• Gujarati News
  • સીઆર અને એલઆર પણ બિનહરીફ ચૂંટાયા

સીઆર અને એલઆર પણ બિનહરીફ ચૂંટાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીઆર અને એલઆર પણ બિનહરીફ ચૂંટાયા



દમણનીસરકારી કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ માટેની ચૂંટણી યોજાઇ હતી. જેમાં જીએસની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

ચૂંટણીમાં કોલેજના જીએસ ( જનરલ સેક્રેટરી) તરીકે બીકોમના પ્રથમ વર્ષના વિદ્યાર્થી પટેલ જયમીન ઠાકોરભાઇ બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા . જયારે સીઆર (કલાસ રિપ્રેઝન્ટેટીવ) અને એલઆર (લેડીજ રિપ્રેઝન્ટેટીવ) માટે કુલ 9 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 7 વિદ્યાર્થીઓને બિનહરીફ પ્રતિનિધિ જાહેર કરાયા હતા. જયારે બીએસસીના ત્રીજા વર્ષ માટે રોહિ‌ત તરૂણ અને ભરત પટેલ વચ્ચે મતદાન થયું હતું. જેમાં બે વોટથી રોહિ‌ત તરૂણને વિજેતા જાહેર કરાયા હતા.

કોલેજના નવા જીએસ બનેલા પટેલ જયમીને તેમના શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે કોલેજની સમસ્યાઓને પ્રબંધન અને પ્રશાસન સમક્ષ મૂકી તેમના નિરાકરણનો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.