• Gujarati News
  • નાનીદમણ ડાભેલ વિસ્તારમાંથી ગતરોજ મંગળવારે રાતે દમણ ક્રાઇમ બ્રાન્ચ

નાનીદમણ ડાભેલ વિસ્તારમાંથી ગતરોજ મંગળવારે રાતે દમણ ક્રાઇમ બ્રાન્ચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીદમણ ડાભેલ વિસ્તારમાંથી ગતરોજ મંગળવારે રાતે દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ એક ગોડાઉનમાં છાપો મારીને જુગાર રમતા જુગારીને રંગે હાથ ઝડપી લીધા હતા. જુગારીઓ પાસેથી રોકડા 50 હજાર અને 6 મોબાઇલ પણ કબજે લીધા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિ‌તી અનુસાર દમણ ક્રાઇમ બ્રાંચ પી.એસ.આઇ ભરત પુરોહિ‌ત તેની ટીમ સાથે ડાભેલ સ્થિત પ્રિન્સ વાઇન શોપના પાછળ રમણ પટેલના ગોદાઉનમાં છાપો મારતા તીન પત્તીના જુગાર રમતા 5 જુગારીની ધરપકડ કરી હતી. જેમાં 4 જુગારી સુરતના હોવાની માહિ‌તી મળી છે. પ્રવીણ પુરૂષોત્તમ ભદાણી (સુરત),કમલ ભરત જોષી(સુરત), જીતેન્દ્ર નાગજી પટેલ (સુરત)અને અલ્પેશ પ્રવીણ દવે (સુરત) સુરતના અને મનોજ રામબંધનસિંગ દમણનો હોવાની માહિ‌તી મળી છે. જુગારી પાસેથી 50 હજાર રોકડા અને 6 મોબઇલ જપ્ત કરવામાં અવ્યા છે. પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

ડાભેલમાંથી ચાર સુરતીલાલા સહિ‌ત પાંચ જુગારિયા ઝડપાયા