• Gujarati News
  • સેલવાસ સિવિલમાં સ્વાઇન ફલૂના પાંચ દર્દીઓ સારવાર હેઠળ, તંત્ર સાબદું થયું

સેલવાસ સિવિલમાં સ્વાઇન ફલૂના પાંચ દર્દીઓ સારવાર હેઠળ, તંત્ર સાબદું થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્રગુજરાતમાં જ્યાં સ્વાઈન ફ્લૂએ કાળો કેર વર્તાવ્યો છે. એમાં પણ આજકાલ પૂરઝડપે અનેક લોકોને પોતાની વરૂણીમાં લઇ રહેલા રોગે દાદરા અને નગર હવેલીને પણ બાકી મૂકયું નથી. સેલવાસ સિવિલમાં સેલવાસ પાલિકા વિસ્તારના બે દર્દી નોંધાતા ખળભાળાટ મચી ગયો છે. જયારે કુલ મળી સેલવાસ વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

સેલવાસમાં છેલ્લા 2009 માં સ્વાઇન ફ્લૂ સુરતમાં વકર્યો હતો. તે સમયેથી સેલવાસ સિવિલ દ્વારા સારવાર આપવા માટે અલગ વોર્ડ રચના કરવામાં આવી હતી. જે આજે પણ કાર્યરત છે અને આજે સેલવાસમાં પાલિકા વિસ્તારમાંથી 2 દર્દી સારવાર માટે દાખલ થતાં હાલ વોર્ડમાં કુલ 5 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમાં સેલવાસના તબીબના જણાવ્યા મુજબ તેઓને જરૂરી તમામ સારવાર આપવામાં આવી રહી છે. તકેદારી પણ રાખવામાં આવી રહી છે. સેલવાસમાં હાલ દમણના 1, સેલવાસના 2, ગુજરાતના 2 દર્દીઓ મળી કુલ 5 સ્વાઈન ફ્લૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પૂર્વે સેલવાસની વિનોબા ભાવે સિવિલ હોિસ્પટલમાં દાખલ સ્વાઇન ફલૂના એક દર્દીનું મોત નિપજયું હતું. જોકે, આધેડ વયનો દર્દી સરીગામનો હતો. દર્દીના મોત બાદ સેલવાસ આરોગ્ય વિભાગ સચેત થઇ ગયું હતું અને અગમચેતીના પગલાં લેવા માડયા હતા. તેમ છતાં દાનહ વિસ્તારમાંથી સ્વાઇન ફલૂના પ્રથમ બે કેસ સામે આવી ચૂકયા છે.

સેલવાસ સિવિલમાં તૈયાર કરાયેલો આઇસીયુ વોર્ડ.

બે દર્દી નોંધાતા આરોગ્ય િવભાગે તકેદારી શરૂ કરી

^સારવાર ચાલી રહી છે અને જરૂરી દવાઓ અને તકેદારીઓ લેવામાં આવી રહી છે. સ્વાઇન ફ્લૂ એક ચેપી રોગ હોય તેના દર્દીને સારવાર આપવા માટે પણ ખૂબ તકેદારી રાખવી પડે છે. જોકે, સેલવાસ પાલિકા વિસ્તારમાં પણ તેના બે દર્દી નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તકેદારીના પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે. > ડો.વી.કે.દાસ, આરોગ્યઅધિકારી, દાનહ