• Gujarati News
  • હોટલોમાંગંદુ પાણી શુદ્ધ કરવા માટે આદેશ અપાયો, ઉદ્યોગોને છૂટો દોર

હોટલોમાંગંદુ પાણી શુદ્ધ કરવા માટે આદેશ અપાયો, ઉદ્યોગોને છૂટો દોર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
PWD રેસ્ટ હાઉસમાં શું ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવાયો છે?

ઉદ્યોગો દરિયો ખરાબ કરે છે જેથી દમણનું નામ બદનામ થાય છે

પોલ્યુશન વિભાગ પૈસા વસૂલવાનું મશીન બની ગયું

^હોટલોનું પ્રદૂષણ પ્રશાસનને ભારે પડે છે તો પછી સીફેસ રોડ ખાતે આવેલા પીડબ્લ્યુડી ગેસ્ટ હાઉસ જે દરિયાની સામે છે, તો તેમાં શું પ્રશાસન દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે ખરો? પર્યટનની દૃષ્ટિએ દમણના સ્થાનિક લોકોએ આગળ આવીને થોડી ઘણી હોટલો બાંધી છે. જેના લીધે પયર્ટકો આવે છે. ત્યારે પ્રશાસને પર્યટનને વિકસીત કરવા માટે હજી સુધી શું કર્યુ તેનો જવાબ આપે. > રમેશભાઇપામસી, સામાજીકકાર્યકર, દમણ

^હોટલોનું પ્રદૂષણ પ્રશાસનને દેખાય છે, પરંતુ ઉદ્યોગો દ્વારા નદીમાં પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે તે કેમ દેખાતુ નથી? દરિયો ખરાબ થઇ રહ્યો છે અને દમણનું નામ બદનામ થઇ રહ્યું છે. બાબતે જો પ્રશાસનને પૂછવામાં આવે તો જવાબ મળે છે કે, તમારે જોવાની જરૂરત નથી. દમણના સ્થાનિક થઇને જો પ્રશાસનને સવાલ કરીને તેઓને કાર્ય સમજાવાની કોશિષ કરવામાં આવે તો લોકોનો આવાજ બંધ કરી દેવામાં આવે છે. > ટમટમ,સેક્રેટરી,હોટલ એસોસીએશન

^દરિયામાં છોડાતુ અને જમીનમાં બોરીંગ કરીને સીધે સીધુ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. ઘણીવાર પ્રશાસનને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું છે. પ્રદૂષણ વિભાગના બે મોઢા છે. દમણની ફાર્માસ્યુટીકલ અને ડીસ્ટીલરીઓ દ્વારા જે બેફામ પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે તેનું શું? પોલ્યુશન વિભાગ શું ઉદ્યોગો દ્વારા લગાવવામાં આવેલા ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ છે કે બંધ છે તેની ચકાસણી કરી છે ખરી? ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમીકલયુકત પાણી છોડવામાં આવે છે તેના રેડીએશનના લીધે કેન્સર જેવી ભયાનક બિમારી થાય છે. ડ્રગ ઇન્સ્પેકટર પણ આંખ આડા કાન કરી રહ્યા છે. તમામ વિભાગ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે. પોલ્યુશન ડિપાર્ટમેન્ટ દરેકને એક સરખી નજરે નિહાળે તે આવશ્યક છે. > રમેશસિંગગૌતમ, રાજકીયઅગ્રણી