• Gujarati News
  • પ્રશાસક કહે છે કે મારા ઉપર પણ બીજા પ્રકારનું દબાણ આવે છે

પ્રશાસક કહે છે કે મારા ઉપર પણ બીજા પ્રકારનું દબાણ આવે છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મારાઉપર પણ એક બીજા પ્રકારનુ દબાણ આવે છે?આ વાકય સ્ટેટ ઓફ ધી હેડ પ્રશાસક આશીષ કુન્દ્રાના છે. જેમને ગઇકાલે જિલ્લા પંચાયતના એક કાર્યક્રમમાં જાહેર ઉદબોધનમાં જણાવ્યું હતુ. જોકે વાકય કહેવા પાછળનું કારણ એવુ હતું કે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં નાનામોટા રાજનેતાઓ ઉપર પોતાના માણસ અને સંગાસંબધીઓને નોકરી લગાડવા માટેના દબાણ આવે છે જે સ્વાભાવિક છે, પ્રશાસકે વ્યગં કરતા જણાવ્યું કે, હું પણ રાજનેતા હોત તો મારા ઉપર પણ દબાણ આવી શકતુ હોત, પરંતુ હમણા મારા ઉપર બીજા પ્રકારના દબાણ આવે છે. હવે વાત એવી છે કે સ્ટેટ ઓફ ધી હેડ ગણાતા પ્રશાસક ઉપર બીજા પ્રકારના દબાણનો અર્થ શું થાય છે?તે અસમંજસની સ્થિતિ ઉત્પન્ન કરે છે. જો પ્રશાસકે વ્યંગ કરતા પણ કહ્યું હોય તો પણ લોકોની સમજણની બહાર છે કે પ્રશાસક ઉપર કોનુ દબાણ આવી શકે અને કોણ કરી શકે?

પ્રશાસક આશીષ કુન્દ્રાએ જણાવ્યું કે, બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખતા પ્રદેશમાં સારા અને ગુણવત્તા ધરાવતા શિક્ષકોની ભરતી થવી જોઇએ. કારણ કે બાળકોના ઘડતર બાબતે કોઇ સમાધાન નહી થાય. પ્રાથમીક શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં ખાસ કરીને કોઇ રાજનીતિ કરવી નહી જોઇએ. સ્થાનિક રાજનેતાઓએ પણ બાળકોના ભવિષ્ય અંગે તકેદારી રાખવાની જરૂર છે. પ્રશાસકે રાજનેતાઓને ટકોર કરતા જણાવ્યું કે, શિક્ષણનું સ્તર વધારવુ હોય તો સારા અને ઉત્તમ શિક્ષકોની ભરતી થવી જોઇએ. જેના માટે રાજનીતિને વચ્ચે લાવીને બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવુ અયોગ્ય છે. વધુમાં પ્રશાસકે કહયુ કે, દરેક પંચાયત વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની જે તે પંચાયતના સભ્યો મુલાકાત લે અને ત્યાં સ્થિતિ જાણે. બાળકોને કેવુ શિક્ષણ આપવામાં આવે છે, શિક્ષકો કેવી રીતે ભણાવે છે, શાળામાં સુવિધા કેવી છે? તમામ પ્રકારની ચકાસણી દરેક પંચાયત સ્તર ઉપર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ જાતે લેવુ જોઇએ. જેનાથી શાળામાં રહેલી ઉણપને જોઇને તેનું નિરાકરણ લાવી શકાય. બીજી એક મહત્વની વાત પ્રશાસકે જણાવી કે દરેક શાળામાં શિક્ષકોએ બાળકોના વાલીઓ સાથે બેઠક કરવી જોઇએ. પેરન્ટસ ટીચર મીટીંગને દરેક પંચાયતમાં ફરજીયાત બનાવવી જોઇએ. જેથી કરીને શિક્ષકો અને વાલીઓ એક બીજાને સમજી શકે અને તે પ્રમાણે બાળકોના ઘડતરમાં શિક્ષકો અને વાલીઓ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. પ્રશાસકે પોતાના ઉદબોધનમાં શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ હતુ.