• Gujarati News
  • ઉમરગામથી ગોવાડા સુધી પાણી પહોંચાડવા 891 લાખની ફાળવણી

ઉમરગામથી ગોવાડા સુધી પાણી પહોંચાડવા 891 લાખની ફાળવણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામતાલુકામાં ગામ જૂથ પાણી પુરવઠા યોજનાનું પાણી સંજાણથી લંબાવી ગોવાડા ગામ સુધી પહોંચાડવા માટે રૂ.891 લાખની ફાળવણી કરવામાં આવી છે. 23 કિ.મી. લાંબી પાઇપલાઇનની કામગીરી માટે એજન્સીની ફાળવણી થઇ છે. વારંવાર બંધ પડતી પાણીની પાઇપલાઇન નવી નંખાતા ગામવાસીઓને નિયમિત પાણી મળી રહેશે.

ઉમરગામ તાલુકાના 40 ગામોને શુદ્ધપાણી મળી રહે તે માટે ઉમરગામ 40 ગામજુથ પાણી પુરવઠા યોજના અમલમાં મુકી હતી. જે માટે વલવાડા ખાતે દમણગંગા કિનારે હેડવર્ક ઉભુ કરવામાં આવ્યું હતું. ત્યાંથી પાઇપલાઇન મારફતે ઝોન-૧ કાલય ઝોન મરોલી તથા ઝોન-3 સંજાણ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું. પરંતુ અવાર નવાર ખામીઓ સર્જાતા લોકોને નિયમિત પાણી મળી શકતુ નથી. હાલમાં 17 માર્ચના રોજ ટ્રાન્ફરમર ફેઇલ થતાં 15 દિવસ પાણી બંધ રહ્યુ હતું.

સંજાણ લાઇન પર પાઇપ લાઇન તૂટી જતાં હજુપણ લોકો સુધી નિયમિત પાણી પહોંચી શકયુ નથી. પાણી પુરવઠા દ્વારા 200 મીટર નવા પીવીસી પાઇપલાઇન નાંખી પાણીનો પ્રવાહ વહેડવામાં આવી રહ્યો છે.

23 કિમી નવી પાઇપલાઇન નાંખવામાં આવશે

સરીગામથી સંજાણજતી પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા પાણી પુરવઠા દ્વારા સરીગામથી ગોવાડા ગામ સુધી 23 કિ.મી. નવી પાઇપલાઇન નાંખવાનું નક્કી કર્યુ છે. જે માટે રૂ. 891 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેનું કામકાજ પૂજાબિલ્ડર (ગોંડલ) ની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જે પાઇપલાઇન એસી પ્રેસરની જગ્યાએ નેતાલી પાઇપની નાંખવામાં આવશે. તથા હાલ કાર્યરત પાઇપલાઇનથી વિરૂદ્ધ દિશામાં નાંખવામાં આ‌વશે.