• Gujarati News
  • સેલવાસમાં એક્સાઈઝની નવી નીતિ કરોડપતિઓ માટે

સેલવાસમાં એક્સાઈઝની નવી નીતિ કરોડપતિઓ માટે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિરયાનીમાં ઇયળ કેસમાં અધિકારીએ સેમ્પલ લીધા

ઉંમરકૂઇ પાસેથી 82,000નો દારૂ પકડાયો

ઉમરગામથી ગોવાડા સુધી પાણી પહોંચાડવા 891 લાખની ફાળવણી

પ્રશાસને ક્રિકેટ વર્લ્ડ કપમાં મોટી જાહેરાતો આપી કરોડોનો ધૂમાડો કર્યો પણ દમણમાં વિકાસ થતો નથી

ડહેલી હાઉસીંગ સોસા.માં ~15 લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી શરૂ

પ્રશાસક કહે છે કે મારા ઉપર પણ બીજા પ્રકારનું દબાણ આવે છે

વાપી પાલિકા પ્રમુખના વોર્ડમાં રોજ‘અડધો ગ્લાસ’ પાણી આવે છે

આદિજાતિ કલ્યાણ મંત્રી વ્યારાની મુલાકાતે

ડાંગ જિલ્લાની સાત સહકારી મંડળીઓ રદ કરાઈ

શતાબ્દી મહોત્સવની ઉજવણી

ગોકૂળ વિહારમાં પણ પાણીના ફાંફા

ગોકૂળવિહારના 9 એપાર્ટમેન્ટોના અંદાજે 160 ફલેટોમાં અંદાજે 800થી વધુ લોકો રહે છે, ઓછા પ્રેશરથી પાણી આવતાં અહી રહેતા રહશોએ પણ ટેન્કર મારફતે પાણી મંગાવવું પડે છે, ગોકૂળ વિહારમાં દર વર્ષે પાણીની સમસ્યા ઊભી થાય છે. આજદિન સુધી સમસ્યા ઉકેલાઇ નથી., સ્થાનિકોની રજૂઆતો માત્ર કાગળ પર રહી ગઇ છે.

સ્વર્ગવાહિની નદીનો 122 વર્ષ જુનો પુલ હવે માત્ર તસ્વીરમાં રહેશે

ધરમપુર શહેરમાંથી પસાર થતી સ્વર્ગવાહીની નદી ઉપરના પુલનુ સને 1893માં તત્કાલીન મહારાજા મોહદેવજી નારણદેવજીની વિનંતીને માન આપી સુરતના ગર્વનરના હસ્તે ખાતમુહર્ત કરાયું હતું. વાપી ધરમપુર રોડ ઉપર આવેલો 122 વર્ષ વટાવી ચૂકેલા પુલના નવીનીકરણ માટે સરકાર તરફથી રૂ.5.50 કરોડની સૈધ્ધાંતીક મંજુરી મળી છે. જયારે પુલથી થોડા અંતરે આવેલા કાળા પુલને પણ 1.50 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે.

માટે પણ 1.50 કરોડની મંજુરી મળી છે. અંત્રેના માર્ગ અને મકાન ખાતાના ઇજનેરના જણાવ્યાનુસાર અંગે બોર ડેટા વગેરે લેવાની કાર્યવાહી પુર્ણ થયા બાદ ટેન્કર પ્રકિયા જારી કરવામાં આવશે. રાહદારીઓ અને વાહનોની અવિરત અવરજવર ધરાવતા મહત્વના ગણાતા બંને પુલો નવીનીકરણ માટે પ્રજાજનોમાંથી બૂમરાણ ચાલી આવી હતી. તાજેતરમાં તેના નવીનીકરણ માટે મળેલી સૈધ્ધાંતિક મંજૂરીના પગલે લોકોમાં આનંદની લાગણી છવાઇ છે.

પર્યટકોની સુવિધામાં ખર્ચ કરવો જોઇએ

^હાલમાં જે ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં થયું હતું. તેમાં પ્રશાસન દ્વારા દીવ પર્યટનની જાહેરાત કરવામાં આવી હતી.આ પર્યટનની જાહેરાતમાં કરોડો રૂપિયાનો ધૂમાડો જે પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો હતો તે નાણા પ્રજાના મહેનતના છે અને પ્રજાના નાણાનો દુરઉપયોગ કરીને જાહેરાતમાં રોકવુ ખોટુ ગણાય છે. પ્રશાસને નાણા બીજા વિકાસના કાર્ય અને પર્યટકોને સુવિધાઓ આપવામાં રોકવા જોઇએ નહી કે ફકત જાહેરાતના માધ્યમમાં ખર્ચીને બગાડ કરવો જોઇએ. > ઉમેશપટેલ, પ્રમુખ,યુથ એકશન ફોર્સ, દમણ

23 કિમી નવી પાઇપલાઇન નાંખવામાં આવશે

સરીગામથી સંજાણજતી પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ સર્જાતા પાણી પુરવઠા દ્વારા સરીગામથી ગોવાડા ગામ સુધી 23 કિ.મી. નવી પાઇપલાઇન નાંખવાનું નક્કી કર્યુ છે. જે માટે રૂ. 891 લાખની ફાળવણી કરવામાં આવી છે. જેનું કામકાજ પૂજાબિલ્ડર (ગોંડલ) ની કંપનીને કામ સોંપવામાં આવ્યું છે. જે પાઇપલાઇન એસી પ્રેસરની જગ્યાએ નેતાલી પાઇપની નાંખવામાં આવશે. તથા હાલ કાર્યરત પાઇપલાઇનથી વિરૂદ્ધ દિશામાં નાંખવામાં આ‌વશે.

ખુબ ઓછા દબાણથી પાણી આવતું હોવાથી ટાંકી ભરાતી નથી

ચલાનાએમ્પેરરટાવરમાં કુલ 32 ફલેટો આવેલાં છે, એક ફલેટમાં સરેરાશ 5 લોકો રહે તો કુલ 160 લોકો રહે છે, વાપી પાલિકાના હાઇડ્રોલિક ઇજનેરના જણાવ્યાં મુજબ એક વ્યકિતદીઠ 100 લિટર પાણી પાલિકા દ્વારા અપાઇ છે, એટલે કે (160.100) 16 હજાર લીટર પાણીની જરૂરિયાત છે, વાપી પાલિકા દ્વારા ત્રણ ટેન્કરની જગ્યાઅે માત્ર એક ટેન્કર જેટલું પાણી અપાઇ છે, સ્થાનિક રહીશોના જણાવ્યાં મુજબ એક ટેન્કરમાં 12 હજાર લિટર પાણી આવે છે, જેથી એક ટેન્કર મુજબ પણ ચાર હજાર લિટર ઓછુ પાણી પાલિકા દ્વારા અપાઇ છે. અન્ય બે ટેન્કરો એટલે કે 24 હજાર લિટર પાણી બહારથી લાવવું પડે છે. વાપી પાલિકા દ્વારા એમ્પેરર ટાવરમાં અડધુ પાણી પણ અપાતુ નથી.

50 ટકા પાણી ટેન્કરથી મંગાવવાની ફરજ પડી રહી છે

ચલાની ગોલ્ડ કોઇન બિલ્ડીંગમાં પણ પાણી નથી આવતું

^વાપી પાલિકા દ્વારા વર્ષ 2013માં પાણીનું કનેકશન અપાયું છે, પરંતુ હજુ સુધી પાણીનું ટીપુ પણ અપાયું નથી, પાલિકાના કર્મચારીઓ એક વાત કરે છે સ્ટોરેજ ટાંકી બનાવો છે, પરંતુ લોકો ટેકસ ભરે છે, જેથી પિવાનું પાણી પાલિકાએ આપવું જોઇએ. રજૂઆતો પણ પાલિકામાં કરી છે, પરંતુ હજુ સુધી પ્રશ્ર ઉકેલાયો નથી > લલિતચેડા, રહીશ,ગોલ્ડ કોઇન

વ્યારા |ગુજરાત સ્થાપના દિન ઉજવણી માટે સમગ્ર તાપી જિલ્લામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વ્યારા ખાતે પણ વિવિધ કાર્યક્રમો માટે તેમજ મુખ્યમંત્રી મતી આનંદીબેન પટેલની મુલાકાત સંદર્ભે જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.રાજ્યના આદિજાતિ કલ્યાણ વિભાગના રાજય મંત્રી કાન્તિભાઇ ગામીતે આજે જિલ્લા માહિતી કચેરી, વ્યારા તાપીની મુલાકાત લીધી હતી. નાયબ માહિતી નિયામક નિખિલેશ ઉપાધ્યાય દ્વારા મંત્રીનું સ્વાગત કરાયું હતું. જિલ્લા માહિતી કચેરી,વ્યારાના સેવાકર્મીઓ નટુભાઇ પટેલ, ડી.જે.સુદાણી, સુનિલભાઇ મહેતા, ચીમનભાઇ વસાવાએ પણ મંત્રી કાંતિભાઇ ગામીતનું સ્વાગત કર્યું હતું.

આહવા| ડાંગજિલ્લાની સાત મંડળીઓ પૈકી માલેગામ વિભાગ ખેડૂતોની સેવા સ.મં.લિ., ચનખલ વિભાગ મજૂર કામદાર સ.મં.લિ., ડાંગ જિલ્લા વિદ્યુત મજૂર કામદાર સ.મં.લિ., સુબીર આદિવાસીઓની ખેતી પિયત સ.મં.લિ., સાવરખડી ખેતી પિયત સ.મં.લિ., કડમાળ વિભાગ મજૂર કામદાર સ.મં.લિ. અને મહિલા સંચાલિત પિપલાઈદેવી દૂધ ઉ.સ.મં.લિ.ની સહકારી મંડળીઓની કચેરીમાં નોંધણી થઈ હતી. મંડળીઓને ફડચા અધિકારીના અભિપ્રાય મુજબ ઓડિટ સરવૈયુ શૂન્ય થયું છે. ફડચા અધિકારીની ભલામણ મુજબ નોંધણી રદ કરવાનું ઉચિત જણાતા આમુખ (5)ની જોગવાઈઓ મુજબ એસ.ડી.ભોયે મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ડાંગ આહવાના હુકમથી રદ કરવામાં આવી છે.

નવસારી| અંભેટાગ્રામ વિકાસ સમિતિના યુવાનોએ ગામના વિદ્યાધામના 100 વર્ષ પૂરા થતા સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરી હતી. સાંસદ સી.આર. પાટીલ, ધારાસભ્ય પિયુષ દેસાઈ હાજર રહ્યા હતા. કથાકાર પ્રફુલભાઈ શુકલે આશીર્વચન આપ્યા હતા. ગુજરાત કામદાર નેતા આર.સી. પટેલે પ્રેરક ઉદબોધન કર્યું હતું. યુવકો સમિતિના પ્રમુખ પરેશ પટેલ, ઉપપ્રમુખ ધનજી પટેલ, મેહુલ પટેલ, મંત્રી યોગેશ પટેલ, ધર્મેશ પટેલ, હમીદ માંકડા દિપક અને સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમના કન્વિનર એવા નિલમ પટેલ હતા.સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે પૂર્વ શિક્ષકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ.

ભારણ

પ્રશાસક આશિષ કુન્દ્રા

^સત્તા પક્ષ ભાજપનું પ્રશાસક ઉપર કોઇ પણ પ્રકારનુ દબાણ નથી અને જો પ્રશાસક કહેતા હોય કે ભાજપનું દબાણ છે તો કયા નેતાએ ભાજપના નામથી દબાણ આપ્યુ છે તેનુ નામ જાહેર કરે, પરંતુ ભાજપ વતી કોઇ દબાણ નથી. જનપ્રતિનિધિઓ ઉપર કાર્યકર્તાઓનુ દબાણ જરૂર હોય છે કે તેઓના સંતાન કે સંગાસંબધીઓને શિક્ષકની નોકરી મળે તેનુ દબાણ જનપ્રતિનિધિઓ ઉપર જરૂર હોય છે, પરંતુ પ્રશાસક ઉપર કોનુ દબાણ છે તેનો જવાબ તો પોતે પ્રશાસક આપી શકશે. > વાસુપટેલ, પ્રમુખ,દમણ-દીવ ભાજપ

પ્રશાસક જાહેર કરે કે કોનુ દબાણ છે