• Gujarati News
  • નવસારીએલસીબી પોલીસે બાતમીને આધારે મારૂતિ રીટ્ઝ કાર નં.જીજે 3 ડીજી 1321માં દમણથી

નવસારીએલસીબી પોલીસે બાતમીને આધારે મારૂતિ રીટ્ઝ કાર નં.જીજે-3-ડીજી-1321માં દમણથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીએલસીબી પોલીસે બાતમીને આધારે મારૂતિ રીટ્ઝ કાર નં.જીજે-3-ડીજી-1321માં દમણથી દારૂનો જથ્થો ભરીને ધરમપુર-વાંસદા થઈ વ્યારા તરફ જતી હતી. ત્યારે ઉંમરકૂઈ પાટીયા પાસે કારને અટકાવી તપાસ કરતાં કારમાંથી 35 પૂંઠાના બોક્સમાં વ્હિસ્કી તથા બિયરની કુલ 1416 નંગ બોટલો જેની કિંમત રૂ.82,800 મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો તથા કારની કિંમત મળી કુલ રૂ.2,82,800ના મુદ્દામાલ સાથે કારના ચાલક જીતેન્દ્ર રાજેશ ધો.પટેલ (રહે.ઢોલુમ્બર, દાદરી ફળિયા, તા.ખેરગામ, જિ.નવસારી) તથા તેના સાથીદાર સન્મુખ કલ્પેશ ધો.પટેલ (રહે.કાકડવેરી, નિશાળફળિયા, તા.ખેરગામ, જિ.નવસારી)ની અટક કરી હતી. વલસાડ જિલ્લા પોલીસ દારૂની ખેપ રોકવા માટે તમામ પ્રયાસો કરવા છતાં પણ મોટા પ્રમાણમાં દારૂ દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોમાં પહોંચાડાઇ રહ્યો છે.