• Gujarati News
  • કારમાંથી ~ 1.65લાખનોદારૂ ઝબ્બે

કારમાંથી ~ 1.65લાખનોદારૂ ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડનાનાની ચણવઈ ગામ પાસે રૂરલ પોલીસે નાકાબંધી ગોઠવી નંબર પ્લેટ વિનાની એસએક્ષફોર કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. કારમાંથી પોલીસને દારૂની 2352 નંગ બોટલો મળી આવી હતી. જેની કિમંત રૂા. 165600 થઈ હતી. પોલીસે સાથે રૂા. 3 લાખની કાર પણ જપ્ત કરી હતી. જયારે ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જિલ્લા એલસીબી દ્વારા છેલ્લા એક માસમાં અંદાજે ~ 1 કરોડનો દારૂ દમણથી જુદા જુદા વિસ્તારમાં લઈ જતાં ઝડપી પાડયો હતો. આમ પોલીસની સતત કામગીરી વચ્ચે પણ બુટલેગરો દારૂની ખેપ મારી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.