તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • 20 લાખ હપ્તો આપવા છતાં આરઆર સેલની ટીમે દારૂ ભરેલી બે રીક્ષા ઝડપી!

20 લાખ હપ્તો આપવા છતાં આરઆર સેલની ટીમે દારૂ ભરેલી બે રીક્ષા ઝડપી!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{મંગળવારે અાકસ્મિક રીતે કામગીરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો

ભાસ્કરન્યૂઝ. વાપી

સુરતઆરઆર સેલની ટીમે મંગળવારે સવારે દમણ માર્ગ ઉપર પ્રમુખ રેસિડેન્સીની સામે દમણથી દારૂ ભરીને આવતી બે રીક્ષા કબજે લીધી હતી. આરઆર સેલની ટીમે 90 હજારના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. આરઆર સેલ દ્વારા દારૂ ઝડપી પાડયા બાદ દારૂની ખેપ મારનારામાં એવી ચર્ચા સંભળતી જોવા મળી હતી કે, ડાભેલથી વાપી સ્ટેશનના માત્ર 09 કિલોમીટરના રૂટ માટે પોલીસને મહિને 20 લાખ રૂપિયાનું નજરાણું આપવામાં આવતું હોવા છતાં દારૂ પકડી લેવાતો હોય છે.

પડોશમાં અાવેલા સંઘ પ્રદેશ દમણમાંથી મોટા પ્રમાણમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ગેર કાયદે દારૂ ઠાલવવામાં આવતો હોય છે. સામાન્ય કોન્સ્ટેબલથી લઇને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે મોટા બુટલેગર દ્વારા સેટિંગ કરીને બિન્દાસ દારૂની સપ્લાય કરવામાં આવતી હોય છે. જોકે, ઘણી વખત પોલીસની અન્ય એજન્સી દ્વારા આકસ્મિક રીતે રેડ પાડીને દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવતો હોય છે.

સુરત આરઆર સેલની ટીમે મંગળવારે સવારે સવા અગિયાર વાગ્યાના સુમારે આવી અાકસ્મિક રીતે કામગીરી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. આરઆર સેલની ટીમે દમણ માર્ગ ઉપર ચલા સ્થિત પ્રમુખ રેસિડેન્સીની સામે મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દમણના ડાભેલ વિસ્તારમાંથી દારૂ ભરીને આવી રહેલી બે રીક્ષા (જીજે15-એક્સએક્સ-4758 અને જીજે15-વાય-2453ને આંતરીને તપાસ કરતા તેમાંથી દમણ બનાવટનો જુદી જુદી બ્રાન્ડનો 90,900 રૂિપયાનો દારૂ મળી આવ્યો હતો. એક રીક્ષા ચાલક બનાવના સ્થળેથી ફરાર થઇ ગયો હતો જ્યારે વાપી સુથારવાડમાં પાંચ આંબા ખાતે જે.જે. નાયકની ચાલીમાં રહેતા ગજાનંદ વિશ્વનાથ કાલે પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બનાવ અંગે આરઆર સેલની ટીમે દારૂ તથા કુલ 1,56,900 નો મુદ્દામાલ કબજે લઇ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી. પ્રોહિબિશનના કેસમાં ભાગી જનાર રીક્ષા ચાલક સહિત અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે.

આરઆર સેલની ટીમ દ્વારા દારૂ ઝડપી લેવાની કામગીરી થયા બાદ બુટલેગરોમાં એવી ચર્ચા સંભળાતી જોવા મળી હતી કે, માત્ર ડાભેલથી વાપી સ્ટેશન સુધી આવવા માટે મહિને 20 લાખથી વધુની ચુકવણી કરવા છતાં પોલીસ દ્વારા કામગીરી કરાતી હોય છે.