તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દમણ પાલિકા કાઉન્સિલ પ્રશાસકે સસ્પેન્ડ કરી નાંખી

દમણ પાલિકા કાઉન્સિલ પ્રશાસકે સસ્પેન્ડ કરી નાંખી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> આઇએઅેસ રમેશ વર્માને એડમિનિસ્ટ્રેટર મ્યુનિસિપલ કાઉન્સિલનો ચાર્જ સોંપાયો

> પ્રશાસકે શોકોઝ નોટીસ આપી ૧૦ ઓકટોબર સુધી જવાબ આપવા જણાવ્યું

ભાસ્કરન્યૂઝ. દમણ

દમણપાલિકામાં ગત 1 ઓકટોબરે અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. છેલ્લા 4 વર્ષમાં 7 વખત અવિશ્વાસ મૂકવામાં આવી હતી. હાલમાં 8મી વખત અવિશ્વાસ આવતા પ્રશાસને હસ્તક્ષેપ કરવાનો વારો આવ્યો છે. દમણ પાલિકામાં વારેઘડીએ આવતી અવિશ્વાસના લીધે પ્રશાસને એક મોટો નિર્ણય લીધો છે. જેમા જણાવ્યું છે કે, હાલની કાઉન્સિલ લોકોના કાર્ય કરવાની ક્ષમતા ધરાવી નહીં શકતી હોવાથી અને વારેઘડીએ અવિશ્વાસ આવતા તમામ કાઉન્સિલને સસ્પેન્ડ કરવામાં આવે છે. આના જવાબમાં કાઉન્સિલને એક શોકોઝ નોટીસ આપવામાં આવી છે. શોકોઝ નોટીસ આપીને તેઓને ૧૦ ઓકટોબર સુધીમાં કાઉન્સિલ કેમ ડીઝોલ નહીં કરવામાં આવે તેનો જવાબ માગવામાં આવ્યો છે.

સંઘપ્રદેશના પ્રશાસક આશીષ કુન્દ્રાએ મંગળવારે એક શોકોઝ નોટીસ પાલિકાની કાઉન્સિલને આપી છે. પાલિકાના ચીફ ઓફીસરના માધ્યમથી આપવામાં આવેલી શોકોઝ નોટીસમાં પ્રશાસક આશીષ કુન્દ્રાએ જણાવ્યું છે કે, હાલની કાઉન્સિલનું ગઠન 25 જાન્યઆરી, 2011ના રોજ થયું હતું. ત્યારબાદ આજદિન સુધી 7 વખત પાલિકામાં અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. ગત 1 ઓકટોબરે ફરી 8મી વખત અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ત્યારે વારેઘડીએ અવિશ્વાસની દરખાસ્ત આવતા મ્યુનિસિપાલિટીના ડાયરેકટરે એક રિપોર્ટ બનાવ્યો છે.

જેમાં જણાવ્યું છે કે, વારેઘડીએ અવિશ્વાસ દરખાસ્ત આવવાથી પ્રશાસનિક કાર્ય અને વહીવટી કાર્ય પડી ભાંગ્યા છે. જેથી કરીને બાધા ઉત્પન્ન થઇ છે. બીજી બાજુ પ્રદેશના ફાયનાન્સ સેક્રેટરીએ પણ િરપોર્ટના માધ્યમથી જણાવ્યું છે કે, પાલિકાના વહીવટી કાર્યમાં ઘણી નાણાકીય પ્રવૃિત્તઓમાં ગોબાચારી અને મિસમેનેજમેન્ટ હોવાથી પણ સાબિત થઇ રહ્યું છે કે હાલની કાઉન્સિલ કોઇપણ રીતે સેવા આપવામાં સક્ષમતા ધરાવી શકે તેમ નહીં હોવાથી અને પોતાની સેવા નહીં નિભાવી શકે તેવી સ્થિતિમાં હોવાથી આખી કાઉન્સિલને સસ્પેન્ડ કરવામા આવે છે. કાઉન્સિલને કારણદર્શક નોટીસ આપીને તેઓ પાસેથી આવતી 10 ઓકટોબર સાંજે 5 કલાક સુધીમાં કાઉન્સિલ કેમ ડીઝોલ નહીં કરવામાં આવે તેનો લેખીતમાં જવાબ આપવા માટે શોકોઝ નોટીસ આપવામાં આવી છે.

શોકોઝ નોટીસના જવાબ બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે. ત્યાં સુધી કાઉન્સિલને સસ્પેન્ડ કરીને પ્રશાસન પાલિકાના વહીવટને પોતાના હસ્તક લઇ લે અને આઇએએસ અધિકારી રમેશ વ