તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • બોગસ નંબર પ્લેટ લગાડીને દારૂની હેરાફેરી કરતા 2 ની ધરપકડ

બોગસ નંબર પ્લેટ લગાડીને દારૂની હેરાફેરી કરતા 2 ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે ટ્રક માલીક અને દારૂ ભરાવનારા સામે પણ ગુનો નોંધાયો

ભાસ્કરન્યૂઝ. દમણ

નાનીદમણ સોમનાથ ખાતે કલેરીયા જંકશન ઉપર એક ટ્રક ચાલકે પોલીસની પીસીઆરને ટકકર મારી અકસ્માત સર્જા‍યો હતો. તપાસ દરમિયાન દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કેસમાં ટ્રકના નંબરના આધારે તપાસ હાથ ધરતા નંબર બોગસ હોવાનું પોલીસને ખબર પડી હતી. ત્યારબાદ ટ્રકની તપાસ કરતા તેમાંથી ત્રણ બોગસ નંબર પ્લેટ મળી આવી હતી. બનાવમાં પોલીસે બે ટ્રક ચાલકની ધરપકડ કરી છે અને ટ્રકનો માલિક અને દારૂ સપ્લાઇ કરનારા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માિહતી મુજબ નાની દમણ કલેરીયા જંકશન, સોમનાથ ખાતે ગત ઓકટોબરે ટ્રક નંબર ડીએન-09-8351 ના ચાલકે પૂરપાટ ઝડપે હંકારી પોલીસ પીસીઅાર વેનને ટકકર મારીને નુકસાન પહોંચાડયું હતું. પોલીસે તપાસ કરતા ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકનો નંબર ડીએન-09-8351 સેલવાસ આરટીઓમાં તપાસ કરતા નંબર પ્લેટ બોગસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા ટ્રકમાંથી બીજી ત્રણ બોગસ નંબર પ્લેટ મળી આવી હતી. જેમાં જીજે-06-ડબ્લયુ-6841, જીજે-7-યુ-9451 અને યુપી-42-ડી-2373 ત્રણ બોગસ નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસને તપાસ કરતા જાણ થઇ કે બોગસ નંબર પ્લેટના આધારે દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે બંને ટ્રક ચાલક રૂપલાલ થોડુરામ જાટ રહે. જમ્મુ- કાશ્મીર અને સુખદેવ સુકન યાદવ રહે યુપીની ધરપકડ કરી હતી. જયારે પોલીસે ટ્રક માિલક પપ્પુ અને દારૂ ભરાવનાર ધનસુખ પટેલ િવરૂદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આઇપીસી કલમ 465, 468, 471, 473 મુજબ ગુનો દાખલ કરી વધુ આરોપીઓની તપાસ એએસઆઇ દિપક વાઝા કરી રહ્યા છે.

પોલીસ સ્ટેશનમાં પકડાયેલા શખસો.