તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દમણની ડેન્ટલ કોલેજનો પહેલો બેચ તૈયાર

દમણની ડેન્ટલ કોલેજનો પહેલો બેચ તૈયાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીદમણ દલવાડા વાસુકિનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વૈદિક ડેન્ટલ કોલેજનો પહેલો ડોકટરોનો બેચ તૈયાર થઇ ગયો છે.

કોલેજના સંચાલકોએ પહેલા બેચમાં ડોકટરોની પદવી હાંસલ કરનારા 50 ડોકટરોને ડિગ્રી તથા પ્રમાણપત્રો એનાયત કરીને તેમનાં ભવિષ્યની શુભકામનાઓ આપવામાં આવી હતી. કોલેજના સંચાલકોમાં ડો. એસ.એસ.વૈશ્ય, અસ્પી દમણીયા અને કોલેજના ડીન એવા હરિશ મણીલાલ પટેલ દ્વારા તાલીમ મેળવનારા ડોકટરોને શુભકામનાઓ આપી હતી.

પ્રસંગે કોલેજના શિક્ષકો તથા વાલીઓ પણ હાજર રહ્યા હતા. સૌ પ્રથમવાર કોલેજમાંથી પદવી મેળવનાર િવદ્યાર્થીઓ ખુશખુશાલ મુદ્રામાં જણાયા હતા.

પદવીદાન સમારંભમાં આચાર્ય અને સંચલકો