તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દમણ માહયાવંશી સમાજના પ્રમુખ તરીકે ભરતભાઇ

દમણ માહયાવંશી સમાજના પ્રમુખ તરીકે ભરતભાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ |નાની દમણ ડૌરી કડૈયા ખાતે પાતલીયા રોડ ઉપર આવેલા શ્રી દમણ િજલ્લા માહ્યાવંશી સમાજના હોલમાં મંગળવારે સમાજની બેઠક મળી હતી. બેઠકમાં સમાજના પ્રમખ તરીકે દેવકા શાળાના હેડ માસ્તર ભરતભાઇ છનાભાઇ માહ્યાવંશી રહેવાસી ભીમપોરની પ્રમુખ તરીકે વરણી કરી હતી. બેઠકમાં સમાજની કમિિટનાં ઉપપ્રમુખ તરીકે યુવાનોને પણ સામેલ કરવામાં આવ્યા છે. જેથી કરી યુવાઓ પણ આગળ આવી શકે અને સમાજ, ગામ, પ્રદેશ અને દેશની સેવામાં સહભાગી બની શકે. ઉપપ્રમુખ તરીકે જગદીશ ભીખુભાઇ રાઠોડ, હેમેન્દ્ર મગનલાલ પારડીકર, રમેશભાઇ દાબુલકર, અમ્ર્તભાઇ જૈરામભાઇની િનયુકિત થઇ હતી. સમાજની બેઠકમાં વડીલો રણજીત ડાહ્યાભાઇ, મોહનભાઇ ફકીરભાઇ દમણિયા, જૈરામ અર્જુનભાઇ, ભરતભાઇ મોહનભાઇ, પંકજ મગનલાલ, કૈલાસ પારડીકર અને જીતેન્દ્રભાઇ જગનભાઇ તથા મોટી સંખ્યામા મહિ‌લાઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.