• Gujarati News
  • વાપીનજીકના વટરાગામે તળાવ ફળિયામાં રહેતા હર્ષદ બુધિયા હળપતિની 17

વાપીનજીકના વટરાગામે તળાવ ફળિયામાં રહેતા હર્ષદ બુધિયા હળપતિની 17

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાપીનજીકના વટરાગામે તળાવ ફળિયામાં રહેતા હર્ષદ બુધિયા હળપતિની 17 વર્ષની પુત્રી તેજલ દમણની ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. ગત 19 નવેમ્બરે તેજલ ઘરેથી કંપનીમાં કામ ઉપર જાઉં છું કહીને ગયા બાદ સાંજે પરત ફરતાં પરિવારે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. બીજા દિવસે જ્યારે તેજલના ગુમ થવા અંગે કંપનીમાં તપાસ કરતા તેજલ કેટલાક સમયથી હીરા નામક યુવાન સાથે ફરી રહી હોવાનું બહાર આવ્યું હતું. તેજલના ગુમ થયા બાદ હીરા પણ કંપનીમાંથી ગાયબ હોવાના કારણે હીરાએ તેજલનું અપહરણ કરી ગયો હોવાની આશંકા સાથે પિતા હર્ષદ હળપતિએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે અન્ય એક બનાવમાં વાપીના ડુંગરી ફળિયામાં રહેતા પરપ્રાંતીય પરિવારની 17 વર્ષની શિખાસિંગનું ફળિયામાં રહેતા સદ્દામ ઉમર નામનો યુવાન અપહરણ કરી ગયા ને 6 માસ થઇ જવા છતાં પણ પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હોવાનું તેમના પિતા જણાવી રહ્યા છે. સગીરાના પિતા પોલીસ સ્ટેશનમાં પહોંચે તો તેની સાથે ખરાબ વર્તન કરીને કાઢી મુકવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

ડુંગરી ફળિયા અને વટારની સગીરાનું અપહરણ