• Gujarati News
  • ફરી 63 બોક્સ નકલી દારૂ સાથે એક ઝડપાયો

ફરી 63 બોક્સ નકલી દારૂ સાથે એક ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાઇક ઉપર 12 પેટી દારૂની હેરાફેરી કરતા યુવાનની પોલીસે ધરપકડ કરી

દમણપોલીસે મોટી દમણ ખાતે એક નકલી દારૂ બનાવાનુ કારખાનુ પકડી પાડવામા આવ્યુ હતું. કારખાનામાંથી 63 બોક્સ નકલી દારૂ અને નકલી દારૂ બનાવાની તમામ સમ્રાગી પણ કબ્જે કરીને એક આરોપીની પણ ઘરપકડ કરવામા આવી હતી. બીજા એક કેસમાં બાઇક ઉપર દારૂની હેરાફેરી કરી રહેલા એક યુવાનની પણ દારૂ અને બાઇક સાથે ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ મોટી દમણ બામણપુજા ખાતે એક વાડીમાંથી નકલી દારૂ બનાવાનુ કારખાનુ પોલીસે છાપો મારીને પકડવામા આવ્યુ છે. કારખાનામાંથી નકલી દારૂના 63 બોક્સ પણ કબ્જે લેવામા આવ્યા છે. નકલી દારૂમાં રોયલ સ્ટેગ, રોટલ પ્રીમીયર, ક્રિમ્પી વગેરેનો સમાવેશ થયો છે. કારખાનામાં છાપો મારીને વિસ્કી ઉપર લગાડવામા આવતા બુચ, કેમીકલ વગેરે નકલી દારૂ બનાવાની સામ્રગી પણ કબ્જે કરવામા આવી હતી. સાથે એક આરોપી મનોજ રહે. ભંડારવાડ, મોટી દમણની પણ ઘરપકડ કરવામા આવી છે.

જ્યારે એક બીજા કેસમાં બજાજ પ્લસર બાઇક (નં.જીજે-19-જે-5780) ઉપર સવાર થઇને સંજય ભગવાન જાવદ રહે. સાગર એપોર્ટમેન્ટ, વાપી. દમણથી દારૂ લઇને વાપી ખાતે આપવા જતા હતો. પોલીસે ગત રોજ નાઇટ પ્રેટ્રોલીંગ દરમિયાન બાઇક ઉપર સવાર યુવાનની 12 પેટી દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાથી રંગે હાથે ઝડપી પાડવામા આવ્યો હતો. પોલીસે સંજયની ઘરપકડ કરી, બાઇક પણ કબ્જે લેવામા આવી હતી. પોલીસે તમામ દારૂ એકસાંઇઝ વિભાગને સુર્પરત કરીને આગળની કાર્યવાહી કરવા માટે જણાવામા આવ્યુ છે. પોલીસે બે આરોપીની ઘરપકડ કરવામા આવી છે.

પોલીસે પકડેલો નકલી દારૂનો જથ્થો.