• Gujarati News
  • ડાભેલથી ગાંજા વેચતો યુવાન ઝડપાયો

ડાભેલથી ગાંજા વેચતો યુવાન ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણજિલ્લા પંચાયત અધ્યક્ષ કેતન પટેલ અને એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ રવિવારે સાંજે 6ઃ30 વાગે ડી.બી. આહિ‌ર અને ટીમ સાથે ડાભેલ પંચાયત ક્ષેત્રમાં સ્થિત વિભિન્ન ચાલોનું નિરીક્ષણ કરી રહ્યા હતાં. દરમિયાન એક ચાલીમાંથી ગાંજો વેચતો યુવાન ઝડપાયો હતો. એની જાણ પોલિસને કરતા તેને પોલીસ પકડી લઈ ગયો હતો.

જાનકારી અનુસાર સાંસદ પ્રદેશ દમણના ડાભેલ ક્ષેત્રમાં સ્થિત વિભિન્ન ચાલનું નિરીક્ષણ રવિવારે દમણ જિલ્લા પંચાયત અધ્યક્ષ કેતન પટેલ, એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ ડી.બી. આહિ‌ર અને ટીમ કરી રહ્યા હતા. દરમિયાન એક ચાલમાં રહતા અશોક અને તેની પત્નીને ગાંજા સાથે પકડાયા હતા. એની ખબર એકઝીકયુટિવ મેજિસ્ટ્રેટ ડી.બી. આહિ‌રને થતા તેમણે દમણ પોલીસને માહિતી આપી હતી.

પોલીસ અંગેની જાણ થતા તુરંત ઘટના સ્થળ ઉપર પહોંચીને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી. આરોપીની પ્રાથમિક પુછતાછ કરતા પોલીસને માહિતી મળી હતી કે, ગાંજાનો ધંધો તે ઘણા વર્ષોથી કરી રહ્યો હતો.

ગાંજો વેચતો આરોપી