• Gujarati News
  • દમણ પાલિકાને 18 સબજેકટસ આપ્યા છે, પરંતુ કોઇ સત્તા અપાઇ નથી

દમણ પાલિકાને 18 સબજેકટસ આપ્યા છે, પરંતુ કોઇ સત્તા અપાઇ નથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ પાલિકાને 18 સબજેકટસ આપ્યા છે, પરંતુ કોઇ સત્તા અપાઇ નથી

દમણપાલિકાએમેન્ડમેન્ટ 74 મુજબ ફકત નામના 18 સબજેકટસ આપવામાં આવ્યા છે, પરંતુ કોઇ અધિકાર આજની તારીખે પાલિકા પાસે નથી. જેમાં શહેરી વિકાસ માટે ટાઉન પ્લાનિંગ, બિલ્ડીંગોના બાંધકામની પરવાનગી, સામાજીક સુધારની સત્તા, રસ્તા અને પુલો, પાણી પુરવઠો, પ્રજાનું આરોગ્ય, સેનીટેશન અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ફાયર સર્વિ‌સ, શહેરી પર્યાવરણની રક્ષા, અપંગ અને માનસિક બિમારોની દેખરેખ, સ્લમ ડેવલપમેન્ટ, શહેરી ગરીબ કલ્યાણ, પાર્કસ, ગાર્ડન અને પ્લેગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડવી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક વિકાસ, પશુઓની દેખરેખ, પાંજરોપોળની વ્યવસ્થા, જન્મ અને મરણનો દાખલો, સ્ટ્રીટ લાઇટ, બસ સ્ટોપ અને પબ્લીકને સુવિધા પૂરી પાડવી. તમામ વિભાગો પાલિકાના હસ્તક હોવા જોઇએ, પરંતુ કોઇપણ અધિકારો પ્રશાસનને નહીં આપીને પોતાની પાસે રાખવામાં આવ્યા છે.