• Gujarati News
  • પ્રશાસકે અધિકારીઓ સાથે નાની દમણ શહેરી વિસ્તારનું નિરીક્ષણ કર્યુ

પ્રશાસકે અધિકારીઓ સાથે નાની દમણ શહેરી વિસ્તારનું નિરીક્ષણ કર્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેકસી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, મીની બસ, ટેમ્પો સ્ટેન્ડ અને નજીકમાં શાળા હોવાથી આખો વિસ્તાર ભરચક રહે છે

ભાસ્કરન્યૂઝ. દમણ

સંઘપ્રદેશનાપ્રશાસકે અચાનક વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે નાની દમણ શહેરી વિસ્તારની મુલાકાત લઇને જરૂરી નિરીક્ષણ કરીને અધિકારીઓને વિકાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. જેમાં ખાસ કરીને બસ સ્ટોપનો વિકાસ કરી નજીકમાં જગ્યા લઇને મલ્ટીસ્ટોરી પાર્કિંગ બનાવવાની યોજના પ્રશાસનની છે. દમણને પ્રથમ મલ્ટી સ્ટોરી પાર્કિંગ મળશે.

પ્રશાસક આશીષ કુન્દ્રાએ નાની દમણ બસ સ્ટોપનું નિરીક્ષણ કરીને જાહેર બાંધકામ વિભાગના અધિકારી સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર સી.એ.સોમાણીને નિર્દેશ કરી બસ સ્ટોપનો જરૂરી વિકાસ કરવા જણાવ્યું હતું. સાથે સાથે બસ સ્ટોપ નજીક પાકિંર્‍ગની પણ કોઇ સુવિધા નહીં હોવાથી ટ્રાફિકની વધારે સમસ્યા રહે છે. બસ સ્ટોપ નજીક, ટેકસી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, મીની બસ, ટેમ્પો સ્ટેન્ડ અને નજીકમાં શાળા પણ હોવાથી અને બાજુમાંથી મોટી દમણ જવા માટે રાજીવગાંધી સેતુ પુલ પણ હોવાના લીધે આખો વિસ્તાર ભરચક રહે છે. જેના કારણે કાયમી ટ્રાફિકની સમસ્યાઓ રહે છે. પાર્કિંગની પણ કોઇ સુવિધા નહી હોવાથી લોકો પણ ગમે ત્યાં પોતાના વાહનો પાર્ક કરે છે. જેનાથી પણ આવાગમનમાં અડચણ ઊભી થાય છે.

તમામ સમસ્યાના નિવારણ માટે પ્રશાસકે બસ સ્ટોપ નજીકમાં ૬૦૦૦ સ્કવેર ફીટની જમીન લઇને પાકિંર્‍ગની સુવિધા પુરી પાડવાના નિર્દેશ આપ્યા હતા. મલ્ટીસ્ટોરી પાર્કિંગની સગવડ આપવાની વાત પ્રશાસન દ્વારા કરવામા આવી હતી. દમણને પ્રથમ મલ્ટી સ્ટોરી પાર્કિંગની સગવડ મળશે જેથી કરીને ટ્રાફિકની સમસ્યામાં હલ થશે. ત્યારબાદ પ્રશાસકે નાની દમણ બાંદોરકર સ્ટેડીયમનુ પણ નિરીક્ષણ કરી જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓને સ્ટેડીયમનો વિકાસ કરવા, બાળકો માટે રમવાની સગવડ, જીમનેશીયમ, વગેરે સાધનો રાખવાની વ્યવસ્થા ઉભી કરવાના પણ નિર્દેશ અાપ્યા હતા.

નિરીક્ષણ દરમિયાન પ્રશાસકની સાથે કલેકટર ગૌરવસિંગ રાજાવત,પાલિકાના એડમીનીસ્ટ્રેટર તથા શિક્ષા સચિવ રમેશ વર્મા, જાહેર બાંધકામ વિભાગના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર સી.એ.સોમાણી, પાલિકા ચીફ ઓફીસર શ્યામલાલ શર્મા, મ્યુનીસીપલ એન્જિનિયર પી.ડી.રાણા તથા સહ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા.

આમ તો દમણ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે. અહીં હજારોની સંખ્યામાં પર્યટકો દમણની સહેલગાહે આવે છે. દમણના દરિયા િકનારે લોકોની ભીડ હંમેશા જોવા મળતી હોય છે. તેની સાથે અહીં