• Gujarati News
  • સફાઇની કામગીરી ચાલતી હોવાથી બાળકના હાથમાં અચાનક રિવોલ્વર આવી ગઇ હતી

સફાઇની કામગીરી ચાલતી હોવાથી બાળકના હાથમાં અચાનક રિવોલ્વર આવી ગઇ હતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
> સફાઇની કામગીરી ચાલતી હોવાથી બાળકના હાથમાં અચાનક રિવોલ્વર આવી ગઇ હતી

> શિવમે ફાયરિંગ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા

ભાસ્કરન્યૂઝ.વાપી

દમણઆરટીઓ કચેરી પાછળ રહેતા 13 વષિય બાળકના હાથમાં રમતા-રમતા અચાનક રિવોલ્વર આવી ગયા તેનું ટ્રીગર દબાવી દેતાં ગોળી પેટમાં ઘુસી જતાં દોડધામ મચી ગઇ હતી. ગોળીના કારણે ગંભીર ઇજા પહોંચતા બાળકને વાપીની હરિયા હોસ્પિટલ ખાસે સારવાર અર્થે ખસેડાયો હતો. પરિવારજનોના મતે દિવાળીના કારણે સફાઇ કામગીરી ચાલતી હોવાથી બળાકના હાથમાં રિવોલ્વર આવી જતાં બનાવ બન્યો છે.

દમણની કોસ્ટગાર્ડ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતાં શિવમ સુરેશભાઇ તિવારી ઉ.વ.13 રહે. આરટીઓ કચેરી પાછળ શુક્રવારે સાંજે પોતાની ઘરે એકલો હતો. ઘરે હાલ દિ‌વાળીની સફાઇ કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન સાંજે 6.30 કલાકની આસપાસ શિવમે રમતા-રમતા ઘરમાંથી અચાનક રિવોલ્વર શોધી કાઢી તેની ચલાવવાનો પ્રયાસ કયો હતો.

રિવોલ્વર પોતાના પેટ તરફ મુકી ટ્રીગર દબાવી દીધુ હતું. જેના કારણે રિવોલ્વરમાંથી ગોળી છટકીને સીધી તેના પેટમાં ઘુસી જતાં તે ઢળી પડયો હતો. શિવમે ફાયરિંગ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતાં. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ શિવમને તાત્કાલિક વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

બનાવના પગલે શિવમનો પરિવાર ચિંતાતુર બન્યો હતો.આ બનાવ અંગે હરિયા હોસ્પિટલ દ્વારા વાપી પોલીસને જાણ કરાઇ હતી.