• Gujarati News
  • દમણ દેવકા રોડ પર પેવર બ્લોક કાઢીને ફૂલછોડ રોપાઇ રહ્યા છે

દમણ-દેવકા રોડ પર પેવર બ્લોક કાઢીને ફૂલછોડ રોપાઇ રહ્યા છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ-દેવકા રોડ પર પેવર બ્લોક કાઢીને ફૂલછોડ રોપાઇ રહ્યા છે



દમણનાદેવકા રોડ પર હોડલો ના વિસ્તારથી આગળના રોડને થોડાક સમય પહેલા પેવર બ્લોક લગાવીને પહોળો કરવામાં આવ્યો હતો. રોડને સમાંતર પેવર બ્લોક લગાવવાથી રોડનું વિસ્તરણ થયું હતું. જેથી ટ્રાફિક સમસ્યા હળવી બની હતી. હવે પેવર બ્લોકને ઉખાડીને ત્યાં ફૂલઝાડ રોપાઇ રહ્યા છે.

દમણ પ્રશાસન વિકાસના સચોટ માળખાના અભાવમાં પ્રકારના કાર્ય કરી જનતાના ફંડનો દૂરપયોગ કરી રહ્યું છે. નવેમ્બર-ડિસેમ્બરમાં મોટી સંખ્યાંમાં પર્યટકો દમણની મુલાકાતે આવશે. સમયે ક્ષેત્રમાં ફરી ટ્રાફિકજામની સ્થિતિ ઉદભવી શકે છે. દમણ પ્રશાસન કોઇપણ પ્રકારના વિકાસના કાર્યો શરૂ કરતાં પહેલા દરેક મુદ્દા પર વિચાર કરે એવી જનાતામાં માગ ઉઠી છે.