• Gujarati News
  • વાપી જ્ઞાન ગંગા સ્કૂલમાં ઇનસ્ટન્ટ વેરાયટી ફૂડ સ્પર્ધા

વાપી જ્ઞાન ગંગા સ્કૂલમાં ઇનસ્ટન્ટ વેરાયટી ફૂડ સ્પર્ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી જ્ઞાન ગંગા સ્કૂલમાં ઇનસ્ટન્ટ વેરાયટી ફૂડ સ્પર્ધા

વાપી|વાપી ખાતે આવેલ જ્ઞાન ગંગા ઈંગ્લિશ મીડી. શાળાની અંદર આજરોજ ઈન્સ્ટન વેરાયટી ફડ મેકિંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યુ જેની અંદર ધોરણ 6 થી 9 ના 30 જેટલા બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો હતો. સ્પર્ધા ચાર ગ્રુપમાં કરવામાં આવી હતી. બાળકો દ્વારા 30 જેટલી ડીશ તૈયાર કરવામાં આવી હતી. શાળાની કોમ્પિટીશનના રિઝલ્ટ માટે જર્જિસ તરીકે વાપીની જાણીતી આયુવૈદિક ડૉ.મિનાક્ષી શેઠ તેમજ ડાયેટેશીયન નાઝમીન બેન આવ્યા હતા. જેઓ ઈન્ડિયા હાઉસ ને પ્રથમ ક્રમે વિજેતા જાહેર કર્યો હતો. જેના ઈન્ચાર્જ તરીકે શિક્ષિકા નેહલ પાનવાલા તેમજ જેસ્વાલ પ્રિતી ધો.7(અે), પાલ શિવમ ધો.7(અે), પાસવાન પ્રિયાદર્શન ધો.8 (એ), વર્મા અંગેશ ધો.9 (એ), શિંગ આરતી ધો.9 (એ), શર્મા વિક્રિ ધો.9 (એ)નાં બાળકોએ ભાગ લીધો હતો.





ડૉ.મિનાક્ષી શેઠ તથા નાઝમીન બેન બાળકોની ક્રિએટીવીટીને ખૂબ પસંદ કરી હતી. તેમજ જરૂરી સલાહ સૂચનો પણ આપ્યા હતા. જેથી આપણે તંદુરસ્ત રહી શકીએ. શાળાના ટ્રસ્ટી સંદિપભાઈ પટેલ જણાવ્યું હતું કે બાળકોને પુસ્તકના જ્ઞાન સિવાય અન્ય જ્ઞાન આપવું ખૂબજ જરૂરી છે. જેના માટે પ્રકારના અલગ-અલગ કોમ્પિટીશન ખૂબ જરૂરી છે. જેથી બાળકોની અંદર છુપાયેલી પ્રતિજ્ઞા બહાર આવી શકે. ઉપરાંત આજના જમાનામાં બાળકોને શરીરના સ્વાસ્થય માટે કેવા પ્રકારનો ખોરાક ખાવો જોઈએ માહિતી આપવા માટે પણ પ્રકારની કોમ્પિટીશન જરૂરી છે.

દમણમાં નાગરિકોને સાવધ રહેવા અપીલ

દમણ|દમણમાંછેલ્લા ચાર દિવસમાં ચાર ચોરીની ઘટનાઓ બાદ દમણના પોલીસ વિભાગ પર આંગળીઓ ચિંધાઇ રહી છે. ઘટનાઓના કારણે દમણ પોલીસે દમણના સ્થાનિકો સાથે મિટીંગ કરી તમામ નાગરિકોને સાવધ રહેવાની અપીલ કરી છે. દમણના એસપી ઈશ સિંઘલ, પીઆઇ સોહિ‌લ જીવાણી, બિલ્ડરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ મિટીંગમાં ચોરીના સંદિગ્ધ આરોપીઓની સીસીટીવી કેમેરામાંથી મળેલી તસવીરો નાગરિકોને બતાવી પ્રકારનો કોઇ વ્યકિત દેખાય તો તરત પોલીસને જાણ કરવાનું કહેવામાં આવ્યું હતુ. ઉપરાંત મકાન માલિકોને તેમના ભાડૂઆતો વિશેની જાણ પોલીસ સ્ટેશનમાં કરવાના નિર્દેશો અપાયા હતા. ઈમારતોમાં સીસીટીવી કેમેરા લગાવવાની અને બે શિફટોમાં બે અલગ વોચમેનો રાખવાનું જણાવાયું હતું. બિલ્ડીંગમાં આવવા જવાવાળા તમામ લોકોનો રેકોર્ડ રાખવાની તાકીદ કરાઇ હતી. એસપી ઇશ સિંઘલે જણાવ્યું કે દરેક નાગરિક પોતે સાવધ રહેશે તો પોલિસને ઘણી મદદ મળી રહેશે.