• Gujarati News
  • દમણ કોર્ટમાં િજલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ અને વકીલ મંડળ દ્વારા

દમણ કોર્ટમાં િજલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ અને વકીલ મંડળ દ્વારા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણ કોર્ટમાં િજલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ અને વકીલ મંડળ દ્વારા કાનૂની સાક્ષરતા શિબિરનું આયોજન કરાયું હતું. શિબિરના આયોજનમાં શ્રમ અને રોજગાર વિભાગનો પણ સહયોગ રહ્યો હતો. શિબિરમાં ચેક બાઉન્સ પર બનાવેલા કાયદાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. ચેક બાઉન્સના એક કેસ પર હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા નિર્ણય પર શિબિરમાં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. પ્રસંગે સિવિલ જજ એસ.પી.પોલ, સિનિયર જજ એ.જે.બાફના, વકીલ મંડળના અધ્યક્ષ મારિયો લોપેઝ, ઉપાઘ્યક્ષ બકુલ દેસાઇ, અન્ય વકીલોમાં જવાહર દેસાઇ, સુભાષ રાક્ષે, સતીષ મોડાસિયા, સમીર મોડાસિયા, પિયુષ મોડાસિયા , વલસાડ લો કોલેજના વિધાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દમણ કોર્ટમાં કાનૂની સાક્ષરતા શિબિર