• Gujarati News
  • કલેકટરે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગે બેઠક યોજી

કલેકટરે સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગે બેઠક યોજી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણકલેકટરે સાંસદ આદર્શ ગ્રામ યોજના પર બેઠકનું આયોજન કર્યુ હતું. જેમાં તમામ સરકારી અધિકારીઓ હાજર રહ્યા હતા.

સાંસદ આદર્શ ગ્રામ યોજના મુજબ બધા સાંસદોને તેમના સંસદ ક્ષેત્રમાંથી એક પંચાયતને હસ્તક લઇ તેને આદર્શ ગ્રામ બનાવવાનું જણાવાયું છે. દમણ-દીવ સાંસદ યોજના અંતર્ગત પરિયારી પંચાયતને પસંદ કરી છે. જેથી પરિયારી પંચાયતમાં રોડ, ગટર, વીજળી, પાણી, સાફસફાઇ, સ્વાસ્થ્ય, શિક્ષા જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કલેકટર ગૌરવસિંહ રાજાવતે પ્રશાસનના વિભાગોને પરીયારી પંચાયતનું નિરીક્ષણ કરી સુવિધાઓની સ્થિતિ વિશે રિપોર્ટ કરવા જણાવ્યું છે.