• Gujarati News
  • આઇઆરબીના જવાને ફાંસો ખાધો

આઇઆરબીના જવાને ફાંસો ખાધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંઘપ્રદેશદાનહના દાદરાના તિઘરા ગામે રહેતો ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાને ગતરાત્રીના 8-30ના સુમારે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્યું હતું. જવાને આપઘાત પૂર્વે લખેલી ચીઠ્ઠીમાં તેમના મોતનું રહસ્ય હોવાનું જણાઇ આવે છે.

દાદરાના તિઘરા ગામે રહેતો અમુલ હીરા પટેલ (34) આઈઆરબીમાં 2000ની સાલમાં જોડાયો હતો. ટ્રેનીંગ બીએસેફમાં લઇ આઈઆરબી જવાન તરીકે લક્ષદીપ, દમણ, દાનહ અને નોર્થ ઇસ્ટના વિસ્તારોમાં પોતાની ફરજ બજાવી ચૂકયો હતો. ગતરાત્રીના 8-30ના સુમારે તિઘરા ગામે સ્થિત પોતાના ઘર નજીક ખેતરમાં આંબાના વૃક્ષના સહારે નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 9-00 વાગ્યાના સુમારે કોઈની નજર જતાં ઘટનાની જાણ થઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેનો ખુલાસો સેલવાસ પોલીસે હજુ કર્યો નથી. આઈઆરબી જવાન તરીકે 14 વર્ષ નિષ્ઠાપૂર્વક કાર્ય કર્યુ હોવાથી મૃતક અમુલ હીરા પટેલને શોક શસ્ત્ર સલામી અપાઈ હતી. જેમાં એસપી આર. સત્યસુન્દરમ, એસડીપીઓ સમીર શર્મા, પીએસઆઇ કે.બી.મહાજન તેમજ આઈઆરબીના અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. મૃતક અમુલ પટેલ હાલ દમણ ખાતે પોસ્ટીંગ પર હતો. મૃતકનો અંતિમ સંસ્કાર લવાછા રામેશ્વર મહાદેવ મંદિર નજીક કરાયો હતો.

જવાને લખેલી ચીઠ્ઠી અંગે પોલીસનું મૌન

આઇઆરબીનાજવાનઅમુલ પટેલે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તેનું રહસ્ય ચીઠ્ઠીમાં હોય તેવું જણાઇ રહ્યું છે. જોકે, અંગે દાનહ પોલીસના ઉચ્ચ અિધકારીઓ કોઇપણ જાતની માિહતી આપવા ઇન્કાર કરી રહ્યા છે.

લવાછા દમણગંગા નદી કિનારે ગાર્ડ ઓફ ઓનર આપીને આઇઆરબીના જવાન અમુલ પટેલની અંતિમક્રિયા કરાઇ હતી.