• Gujarati News
  • વાપીમાં ાુન્ડાઇ મોટર્સનો ૨૪ ટકા માર્કેટ શેર

વાપીમાં ાુન્ડાઇ મોટર્સનો ૨૪ ટકા માર્કેટ શેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૦૦ થી વધુ કાર વેંચી ડિવાઇન મોટર્સે ાુન્ડાઇ મોટર્સનો માર્કેટ શેર ૧૯ ટકાથી વધારી ૨૪ ટકા જેટલો કરી દીધો હતો. એવું દમણ ખાતે હોન્ડાઇ મોટર્સના વાર્ષિકોત્સવ નિમિત્તે દેસાઇ મોટર્સ અને ડિવાઇન મોટર્સના એમડી પિયુષ દેસાઇએ જણાવ્યું હતુ. તેમણે આ પ્રસંગે વધુમાં જણાવ્યું કે, વર્ષ દરમિયાન તેમણે ૧૦ હજારથી વધુ વાહનોને સર્વિસ પણ આપી છે. કંપનીના વિસ્તાર સંદર્ભે તેમણે જણાવ્યું કે, વાપી બાદ ડિવાઇન મોટર્સની વલસાડ, ધરમપુર, ઉમરગામમાં પણ શાખા છે અને વધુ એક શાખા સેલવાસમાં પણ ખુલે એવા પ્રયાસો હાથ ધરાઇ રાા છે.
ડિવાઇન મોટર્સના વાર્ષિકોત્સવમાં તેમણે શોરૂમના ૧૫૦ જેટલા કર્મચારીઓને સટિર્ફિકેટથી નવાજયા હતા. આ પ્રસંગે ડિવાઇન મોટર્સના એરિયા સેલ્સ મેનેજર સરિચદાનંદ દુબે પણ ઉપસ્થિત રાા હતા. દેસાઇ મોટર્સના ડિરેકટર સોનલબેન દેસાઇ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રાા હતા અને તેમણે પણ આગામી વધુ વેચાણ અને સારી સર્વિસ માટે સ્ટાફનો ઉત્સાહ વધાર્યોહતો.