• Gujarati News
  • ભાગવતકથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

ભાગવતકથામાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ |શાકભાજી માર્કેટમાં આવેલા વખારીઆ હોલમાં પ્રાણજીવન જે.દમણિયા દ્વારા વડીલો અને સ્વ.દીકરી અલકાબેનના પૂણ્યાર્થે ભાગવત કથાનું આયોજન કરાયું છે. દરરોજ બપોરે થી સાંજે દરમિયાન વડોદરા નિવાસી અને રંગઅવધૂત મહારાજના કૃપાપાત્ર શિષ્ય એવા કથાકાર શાસ્ત્રી કિરીટભાઈ પાઠક ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે.બુધવારે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો.ઉપસ્થિત શ્રોતાજનો બાલકૃષ્ણને પારણામાં ઝૂલાવી ધન્ય બન્યા હતા. મોટી સંખ્યામાં હાજર રહેલા ભક્તોએ હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકીનો જયઘોષ કરી કથા મંડપનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધુ હતું.કથાકાર શાસ્ત્રીજી મહારાજે કૃષ્ણના જન્મનો હેતુ સમજાવતાં જણાવ્યું કે,જ્યારે જ્યારે પૃથ્વી પર અત્યાચાર,પાપાચાર અને દુર્જનોનો ત્રાસ વધી જાય છે. ત્યારે ભગવાને જન્મ લેવો પડે છે.કૃષ્ણની બાળલીલા આપણને ઘણું બધુ શીખવી જાય છે,તેમાંથી આપણે કંઈક બોધપાઠ લેવો જોઈએ. શનિવારે કથાને વિરામ અપાશે.