• Gujarati News
  • દમણનો વિકાસ કરવો હશે તો દરેક પંચાયતે આવક ઉભી કરવી પડશે

દમણનો વિકાસ કરવો હશે તો દરેક પંચાયતે આવક ઉભી કરવી પડશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણનાસર્વાંગી વિકાસ માટે પ્રશાસન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ સાથે મળીને એકબીજાને સહયોગ આપી ભાગીદારી અને તાલમેલ રાખીને કાર્ય કરવુ જોઇએ એવુ સંઘપ્રદેશના પ્રશાસક આશીષ કુન્દ્રાએ બુધવારે જિલ્લા પંચાયત ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં જણાવ્યું હતુ. જિલ્લા પંચાયત દ્વારા દરેક પંચાયતોને ટ્રેકટરોનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેથી કરી ખેડૂતો ખેતી માટે પંચાયત પાસેથી ટ્રેકટરની સુવિધા મેળવી શકે.

કાર્યક્રમમાં પ્રશાસકે જણાવ્યું કે, દરેક પંચાયતે પોતાના વિસ્તારમાં પોતાની આવક ઉભી કરવી પડશે. જેથી કરી પંચાયતોના નાના-મોટા ખર્ચા તેમાંથી નિકળી શકે. ચોથો યુ.ટી ફાઇનાન્સ કમીશનનુ ગઠન કરવામા આવ્યુ છે. જેની ભૂમિકા છે પ્રશાસન જિલ્લા પંચાયતને કેવી રીતે નાણાકીય સહાય આપે છે અને જિલ્લા પંચાયત ત્યારપછી પંચાયતોને આપે છે, તેની માહિ‌તી લેવા માટે અધિકારીઓ આવશે અને તેઓને દરેક પંચાયતો અને જિલ્લા પંચાયતની આવકના આંકડાઓ આપવાના રહેશે. સંવિધાન અનુરૂપ જે અધિકારો પંચાયતોને આપવામાં આવ્યા છે જેના આધારે તેઓ પોતાના વિસ્તારમાં ટેકસ કલેકશન કરીને આવક ઉભી કરે છે તેની તમામ માહિ‌તીઓ આપવાની રહેશે. સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક પંચાયત પોતાના પગ ઉપર ઉભી રહી શકે અને વિકાસના કાર્યો માટે આવક પોતાના વિસ્તારમાંથી મેળવી શકે. જિલ્લા પંચાયતમાં રહેલી ખાલી જગ્યાઓ માટે પ્રશાસન ભરતી પ્રકિયા આંરભ કરશે અને પ્રશાસન ભરતી કરીને ખાલી જગ્યાઓ ભરશે. જેથી જિલ્લા પંચાયત અને પંચાયતોમાં પડતર તમામ કામો બિનઅવરોધ પૂરા કરી શકાય. ટૂંક સમયમાં જિલ્લા પંચાયતની ચૂંટણી છે.

જેમા મહિ‌લા સશકિતકરણને ધ્યાનમાં રાખતા મહિ‌લાઓ માટે 50 ટકા બેઠકો આરક્ષિત રાખવામાં આવી છે. તેથી 50 ટકા મહિ‌લાઓ કાર્યરત રહેશે. દરેક પંચાયતમાં સાફ સફાઇ અને બેટી બચાવો, બેટી પઢાવો જે સરકારની યોજનાઓ છે તેને અમલમાં લાવે અને કાર્ય કરે તેવુ જણાવ્યુ હતુ. પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કેતન પટેલે જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અતંગર્ત એક યોજના અનુસાર દરેક પંચાયતોને એક ટ્રેકટર આપવાની પણ યોજના છે જે અપાઇ રહ્યા છે. પંચાયતને મજબુૂત કરવા માટે અધિકારો આપવામાં આવ્યા છે. તેમાંથી થોડા અધિકારો જિલ્લા પંચાયતોને પાછા આપવામાં આવ્યા છે જેનો આંનદ થયો છે. કાર્યક્રમમાં તમામ પંચાયતોના સંરપચ, સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો, કલેકટર મીતાલી નામચુન, ચીફ ઓફીસર જે.પી અગ્રવાલ, ઉપપ્રમુખ નવીન પટેલ, એસપી ઇશ સિઘલ, જિલ્લા પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

12 સભ્યોને અલગથી વિકાસ માટેના ફંડની જોગવાઇ

^પ્રશાસન જે ફંડ આપે છે તે પંચાયતોને મળે છે. જેમાંથી સંરપચ ધારે તે પ્રમાણે વિકાસ કરી શકે છે, પરંતુ જિલ્લા પંચાયતના સભ્ય પાસે કોઇ નાણાકીય સત્તા નહી હોવાથી તેઓ વિકાસ કરી શકવામાં નિષ્ફળ રહે છે. બાબતે તરુણાબેન પટેલે પ્રશાસકને રજૂઆત કરીને દમણની ૧૨ જિલ્લા પંચાયતોના સભ્યોને પણ અલગથી વિકાસ માટેના ફંડની જોગવાઇ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. > તરૂણાબેનપટેલ, સભ્ય,દમણ િજલ્લા પંચાયત

^દમણમાં વિધાનસભા નથી છતાં દરેક જિલ્લા પંચાયતના સભ્ય પોતાને એમએલએ સમજીને દરેક પંચાયતમાં વિકાસના કામ કરે. ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગો આવવાથી જમીન ઓછી થઇ ગઇ છે. ખેડૂતો પાસે પણ જમીનનો અભાવ છે. તેથી બાંધકામમાં એફએસઆઇનો વધારો કરવો જોઇએ. પંચાયતોને તમામ ૨૯ વિષયોના અધિકારો આપવા જોઇએ. સ્ટાફનો અભાવ છે, જિલ્લા પંચાયતને વિકાસ માટે ફંડમાં વધારો કરવો જોઇએ, ડીસ્ટ્રીકટ પ્લાનીંગ કમિટિમાં પણ તમામ સભ્યોને સહભાગી બનાવવા જોઇએ > વાસુપટેલ, સભ્ય,દમણ િજ.પંચાયત

કાર્યક્રમમાં ઉપસ્થિત પંચાયત પ્રમુખ, પ્રશાસક તથા પંચાયતના સભ્યો

દરેક સભ્ય પોતાને MLA સમજીને કાર્ય કરે