• Gujarati News
  • દમણમાંગત ડિસેમ્બર, 2014માં જામનગરનો એક રહેવાસી આવ્યો હતો. જેમને

દમણમાંગત ડિસેમ્બર, 2014માં જામનગરનો એક રહેવાસી આવ્યો હતો. જેમને

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દમણમાંગત ડિસેમ્બર, 2014માં જામનગરનો એક રહેવાસી આવ્યો હતો. જેમને સસ્તા ભાવમાં સોનાના સિકકા આપવાની લાલચ આપી હતી. જામનગરના રહેવાસીને ~2લાખ લઇને નાની દમણ કોસ્ટલ હાઇવે ઉપર બોલાવવામાં આવ્યો હતો. જયાં કારમાં આવેલા 4 આરોપીએ તેમને આંતરી ~2 લાખની લૂંટ કરી હતી. ગુનાનો મુખ્ય આરોપી અને માસ્ટર માઇન્ડની બુધવારે દમણ પોલીસે ધરપકડ કરી છે.

દમણમાં ગત 18મી ડિસેમ્બર, 2014ને 12-00 વાગ્યે ફરિયાદી ભાવેશ કાથાલાલ મસ્રૂ રહે. જામનગર ગુજરાતે ફરિયાદ આપી હતી કે સસ્તા ભાવમાં સોનાના સિકકા ખરીદવાની લાલચ આપી હતી અને તેના અર્થ દમણમાં આવ્યા હતા. સોનાના સિકકાની ખરીદી કરવી હોય તો વિનોદ ઉર્ફે યુસુફ મિયા ખસીરમીયા ખાને તેમને દમણ કોસ્ટલ હાઈવે પર રોકડા રૂપિયા લઈને મળવા માટે જણાવ્યુ હતુ. જેમાં ફરિયાદી ~ 2,00,000 લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે પ્રથમ આરોપી કેશવજી ઉર્ફે કેશુ ભીમાભાઈ ચૌધરી ઓટો રિક્ષામાં આવ્યા હતા અને આરોપી વિનોદ ઉર્ફે યુસુફમીયા ખસીરમીયા ખાન, બલ્લુ ઉકડ પટેલ, અશ્વિન મોહન પટેલ એક કારમાં આવ્યા હતા. જેમાં બલ્લુ ઉકડ પટેલે ચાકુ બતાવી ~2,00,000 ફરિયાદી પાસેથી લઇને લૂંટ ચલાવી હતી.

ગુનામાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુનાનો માસ્ટર માઈન્ડ આરોપી મનોજકુમાર ઉર્ફે ભીખાભાઈ ડાહ્યાભાઈ મકવાણા ઉ.વ.42 રહે. ચામુંડા નિવાસ,રામપુર, ચોક બજાર, સુરત, ગુજરાતને બુધવારે ધરપકડ કરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જેના ઉપર અાઈપીસી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટ દ્વારા આરોપીને ૧૦મી એપ્રિલ, 2015 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.