• Gujarati News
  • મોહનગામ રેલવે ફાટકનું કામ મંદગતિએ લોકો હેરાન

મોહનગામ રેલવે ફાટકનું કામ મંદગતિએ લોકો હેરાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોહનગામરેલવે ફાટક છેલ્લા સાત દિવસથી મરામતના કામ અર્થે બંધ કરાતા વાહનચાલકો ત્રાહિમામ પુકારી ઉઠયા છે. ભીલાડ રેલવે ફાટકની લાંબી કતારોથી બચવા વાહનચાલકો મોહનગામ રેલવે ફાટકનો ઉપયોગ કરી રહ્યા હતા.

ઉમરગામ તાલુકાના મોહનગામ ને.હા.8થી બામણપૂજા જતાં માર્ગ પર મોહનગામ રેલવે ટ્રેક પર 77 નંબરનો રેલવે ફાટક આવેલો છે. જે રેલવે ફાટક મરામતના અર્થે 7 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી બંધ કરવાની પંચાયતોને જાણકારી આપવામાં આવી હતી, પરંતુ પશ્ચિમ રેલવેના વાપી રેલવે ડિવીઝોન દ્વારા મોહનગામ રેલવે ફાટકને 11 નવેમ્બરના રોજથી મરામતના અર્થે બંધ કરવામાં આવ્યો છે. રેલવે ફાટક પરથી સરીગામ ઉદ્યોગિક એકમોના ભારે વાહનો અવર જવર કરે છે. તથા દમણ ખાતે આવેલા ઉદ્યોગિક એકમોના ભારે વાહનો માલની ડિલીવરી કરવા આવતા જતાં કુલ્લા માર્ગનો વધારે ઉપયોગ કરે છે. દમણથી સેલવાસ સેલવાસથી દમણ જતી સરકારી અધિકારી તથા પોલીસ વાન માર્ગનો ઉપયોગ કરે છે.

મરામત અર્થે બંધ કરેલો રેલવે ફાટક સાત દિવસના વહેણ બાદ પણ ખુલતા વાહનચાલકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. મંદગતિથી આગળ વધાલીતા કામને સરકારી ઢીલી નિતીને જવાબદાર વાહનચાલકો માની રહ્યા છે. જે માર્ગ મરામતમાં ગતિલાવી જલ્દીથી માર્ગને પૂરો કરી વાહનચાલકોને પડતી મુશ્કેલીનો અંત લાવે તેવું વાહનચાલકો માંગ કરી રહ્યા છે.