• Gujarati News
  • ભૈરવધામમાં દેવલોક પામેલા સાધ્વીજીની પાલખી યાત્રા

ભૈરવધામમાં દેવલોક પામેલા સાધ્વીજીની પાલખી યાત્રા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન તેરાપંથના ભક્તો મોટી સંખ્યામાં જોડાયને નામધા સ્મશાન ગૃહમાં અપાયો અગ્નિદાહ

ભાસ્કરન્યૂઝ. વાપી

જૈનતેરાપંથ વાપીના ભૈરવધામ (જૈન દેરાસર)માં શિનવારે રાત્રે સાધ્વી હર્ષપૂર્ણાજી દેવ લોક પામતાં સમગ્ર જૈન સમાજમાં શોકની કાલીમા ફરી વળી હતી. 66 વર્ષના જૈન સાધ્વીની રવિવારે સવારે 9 કલાકે ધાર્મિક પરંપરા અનુસાર નીકળેલી પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં તેરાપંથના ભકતો તથા અન્ય ધર્મના લોકો જોડાયા હતા. વાપી શહેરમાં પાલખી યાત્રા કાઢયા બાદ નામધા સ્થિત સ્મશાન ગુહમાં તેમના દેહને અગ્નિદાહ આપતા દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

પરમ પૂજ્ય આચાર્ય ભગવંત નીતિસૂરી સમુદાયના અરિહંત સિદ્ધ સુરીશ્વરજીના 66 વર્ષના શિષ્ય શ્રીસાધ્વી હર્ષપૂર્ણાશ્રીજી શનિવારે રાત્રે નાદુરસ્ત તબિયતના કારણે દેવલોક પામ્યા હતા. વાપી ટાઉન સ્થિત સુપાશ્વનાથ જિનાલયના ઉપાશ્રયમાં 66 વર્ષના સાધ્વી હર્ષપૂર્ણાશ્રીજી દેવ લોક પામ્યાની જાણ તેમના અનુયાયી અને ભક્તોને થતાં ભૈરવધામ ઉપર મોટી સંખ્યામાં જૈન તેરાપંથના અગ્રણી અને ભક્તો દોડી ગયા હતા.

રવિવારે સવારે 09 કલાકે ભૈરવધામમાંથી સંપૂર્ણ ધાર્મિક અને પરંપરાગત રીતે સાધ્વી હર્ષપૂર્ણાશ્રીજીની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં આબાલવૃદ્ધ દરેક વ્યકિત જોડાયને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. ભૈરવધામના અધ્યક્ષ નંદલાલ મહેતા, રમેશ કોઠારી સહિતના મહાનુભવો પાલખી યાત્રામાં જોડાયા હતા. વાપી શહેરના રાજમાર્ગ ઉપર પાલખી યાત્રા ફર્યા બાદ નામધા સ્થિત દમણગંગા નદીના કિનારે તેમનો દેહ પંચ મહાભૂતમાં વિલીન ગયો હતો.

વાપી ખાતે નીકળેલી સાધ્વીજીની પાલખી યાત્રા.