• Gujarati News
  • પાલિકામાં પક્ષાતંર ધારો લાગુ થાય ત્યાં સુધી ચુંટણી નહી

પાલિકામાં પક્ષાતંર ધારો લાગુ થાય ત્યાં સુધી ચુંટણી નહી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દમણનગરપાલિકાના સભ્યો વારેઘડીએ પક્ષ પલટો કરીને અવિશ્વાસ લાવીને અસ્થીરતા ફેલાવતા હતા જેના લીધે વિકાસના કામો અટવાતા હતા. બાબતેને લઇને પ્રશાસનને પાલિકાને બરાખાસ્ત કરીને ચુંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવે .

દમણ-દિવના સાંસદ લાલુભાઇ પટેલે ઉચ્ચસ્તરીય રજુઆત કરીને ચુંટણી રાખવા પેહેલા પક્ષાંતર ધારો લાગુ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.

સાંસદ લાલુભાઇ પટેલે કેન્દ્ર સરકારના શેહરી વિકાસ મંત્રી વૈકયા નાયડુને રુબરુ મળીને લેખીત રજુઆત કરીને દમણ નગરપાલિકા વિશે માહિ‌તી આપી હતી. સાંસદ લાલુભાઇ પટેલે કહયુ કે પક્ષાતંર ધારો નહી હોવાના કારણે પાલિકાના સભ્યો પક્ષ પલટો કરીને અસ્થિરતા લાવી રહયા છે જેથી કરી લોકોના કાર્યા અટવાય છે અને વિકાસ રૂધાઈ રહ્યા છે.

કારણના લીધે પ્રશાસનને પાલિકાને બરાખસ્ત કરીને પોતાના હસ્તક લેવાનો વારો આવ્યો હતો. જે લોકશાહી માટે યોગ્ય નથી. તેથી ફરી ચુંટણી યોજવા પેહેલા પક્ષાંતર ધારો લાગુ કરવામા આવે તેવી માંગણી મુકવામા આવી હતી.