• Gujarati News
  • મહિલાઓના ઉત્થાન માટેનું સ્માર્ટ સેન્ટર ફરી શરૂ કરવા કલેકટરને ધા

મહિલાઓના ઉત્થાન માટેનું સ્માર્ટ સેન્ટર ફરી શરૂ કરવા કલેકટરને ધા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંઘપ્રદેશદમણ-દીવ મહિ‌લા મોર્ચાની સંયોજક ફાલ્ગુની પટેલના નેતૃત્વમાં મહિ‌લા મોર્ચાની ટીમે દમણની જિલ્લા કલેકટર મિતાલી નામચુમને આવેદન પત્ર અપવામાં આવ્યુ હતું. જેમાં એમને મહિ‌લા સશકિતકરણ હેતુ 2012 માં ચાલુ કરવામાં આવેલા સ્માર્ટ સેન્ટરને પાછુ ચાલુ કરવાની માંગણી કરવામાં આવી છે.

કલેકટર કાર્યાલયમાં શુક્રવારે ફાલ્ગુની પટેલે એમની ટીમની સાથે જિલ્લા કલેકટરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન એમણે એક આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં જણાવ્યું હતુ કે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રાજીવ ગાંધી સ્કીમ ફોર ઈમ્પલોયમેન્ટ ઓફ ઈડોલ્સસેટ ગર્લ્સ યોજના અંતર્ગત ઓગસ્ટ, 2012માં ચાલુ કરવામાં આવેલા સ્માર્ટ સેન્ટરના બંધ થવાની ચિંતા જતાવી છે. એમણે આવેદન પત્રના માધ્યમથી જિલ્લા કલેકટરને જણાવ્યું કે, સેન્ટરના માધ્યમથી દમણની ગરીબ છોકરીઓ અને મહિ‌લાઓને હુનરમંદ બનાવવામાં આવી શકે છે. જેના પછી દમણની વિવિધ ટેકસટાઈલ્સ કંપનીઓમાં રોજગાર ઉપલ્બ્ધ કરવામાં આવી શકે છે. આવેદન પત્રમાં જણાવ્યું કે, દમણની મોટાભાગની છોકરીઓ પૈસાના અભાવથી વચ્ચેથી પોતાનું ભણતર છોડવા પડે છે. એવામાં સેન્ટર પાછુ ચાલુ કરવામાં આવે જેથી છોકરીઓ સિલાઈ-કઢાઈ, બુનાઈ જેવી બીજી કારીગરી પરિપૂર્ણ કરી શકે. ફાલ્ગુની પટેલે જિલ્લા કલેકટરને જણાવ્યું કે, ઓઆઈડીસીની મદદથી સમાજ કલ્યાણ વિભાગને નિર્દેશ આપવામાં આવે કે સ્માર્ટ સેન્ટરને ફરી શરૂ કરવામાં આવે. જેથી મહિ‌લા સશકિતકરણની દિશામાં એક મજબૂત કદમ વધારવામાં આવી શકે. પ્રસંગે પ્રદેશ ભાજપ મહિ‌લા મોર્ચાના કો- ઓર્ડિનેટર સોજલ ઈશ્વર પટેલ સહિ‌તની અન્ય મહિ‌લાઓ પણ હાજર રહી હતી.