તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Daman
  • વાપી| જીઆઇડીસી પોલીસે દમણથી સુરત તરફ જતા ડમ્પરને અટકાવતા અંદરથી

વાપી| જીઆઇડીસી પોલીસે દમણથી સુરત તરફ જતા ડમ્પરને અટકાવતા અંદરથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| જીઆઇડીસી પોલીસે દમણથી સુરત તરફ જતા ડમ્પરને અટકાવતા અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ટ્રાફિકનો લાભ લઇ ચાલક ગાડી છોડી છૂ થઇ ગયો હતો.

વાપી જીઆઇડીસી પોલીસના પીએસઆઇ તુષાર પટેલ તેમની ટીમ સાથે શુક્રવારે નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે દમણ તરફથી આવતા ડમ્પરને અટકાવવા હાથ બતાવતા ટ્રાફિકનો લાભ લઇ ચાલક ગાડી છોડીને ફરાર થઇ ગયો હતો. પોલીસે પાછળ ચકાસણી કરતા અંદરથી દારૂના 300 બોક્સ કિં.રૂ.4,03,200 મળી આવ્યા હતા. ડમ્પરની કિં.7 લાખ ગણી કુલ રૂ.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ફરાર ચાલક તેમજ માલ ભરાવનાર અને મંગાવનારને પકડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...