• Gujarati News
  • પારડી પોલીસે ત્રણ બનાવમાં ત્રણ દારૂ ભરેલી કાર ઝડપી

પારડી પોલીસે ત્રણ બનાવમાં ત્રણ દારૂ ભરેલી કાર ઝડપી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારડી પોલીસે ત્રણ બનાવમાં ત્રણ દારૂ ભરેલી કાર ઝડપી
પારડી પારડી પોલીસે બુધવારે રાત્રે બાતમીના આધારે અલગ-અલગ સ્થળેથી ૨ લાખના દારૂ સાથે કાર અને ગુરુવારે ૨૬હજારના દારૂ સાથે એક વૃદ્ધની અટક કરી હતી. સુરત દારૂ જવાની બાતમી મળતા પારડી પોલીસે રાત્રે હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર (નં.જીજે-૨૧-એમ-૧૮૫૦)ની આવતા પોલીસે રોકવાનો ઇસારો કર્યોહતો. જો કે, ખેપિયાએ કાર હંકારી મૂકી હતી. ત્યારબાદ પોલીસે પીછો કરતા કારનું દમણીઝાંપા ઓવરબ્રિજ પાસે ટાયર નીકળી જતા ખેપીયો કાર મુકીને ભાગી છૂટયો હતો. પોલીસેકારમાંથી વગર પાસ પરમીટ ૩૨૧૬ દારૂની બોટલ (૨૦૧૬૦૦) અને ૫ લાખની કાર મળી ૭.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કરી હેરાફેરી કરવાનાર ભરત રાજકુમાર જાદવ (રહે.રેટલાવ)ને વોન્ટેડ જાહેર કર્યોછે. જયારે બીજા બનાવમાં ગુરુવારે દમણની શોપમાંથી કાર (નં.એમએચ-૦૪-એસી-૭૯૧૨)ને વિશ્રામ હોટલ પાસેથી કારમાં સવાર મોડારામ ભીખારામ પુરોહિતને ૨૬૦૦૦ના દારૂ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે રોયલ વાઈન શોપના સંચાલક અને ગણપત (રહે.સુરત)ને વોન્ટેડ જાહેર કર્યોછે. ત્રીજા બનાવમાં મોટાવાઘછીપા ગામે રહેતા અમ્રત ભીખુભાઇ પટેલ (૬૫) ને કાર (નં.ડીડી-૦૩-ડી-૧૫૮૮) સાથે પાંચ રોયલ કવાર્ટરની બોટલ અને દારૂની એક બાટલી (૭૫૦) સાથે અટક કરી આખો દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યો હતો.