• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Daman
  • પૂર્વ વિદેશમંત્રી જોનસને કહ્યું બુરખો દમનકારી છે, તે પહેરનારા લેટર બોક્સ જેવા દેખાય છે

પૂર્વ વિદેશમંત્રી જોનસને કહ્યું - બુરખો દમનકારી છે, તે પહેરનારા લેટર બોક્સ જેવા દેખાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બ્રિટનના ભૂતપૂર્વ વિદેશમંત્રી બોરિસ જોનસને બુરખાને દમનકારી ગણાવ્યો છે. એક અખબારમાં તેમની કોલમમાં કન્ઝર્વેટિવ પક્ષના સાંસદે કહ્યું કે તે ડેન્માર્કની જેમ બુરખાને સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાની વિરુદ્ધ છે. તેમણે લખ્યું કે જો તમે મને કહો કે બુરખો દમનકારી છે તો હું તમારી સાથે છું... હું તો ત્યાં સુધી કહીશ કે આવા લોકો આવવા-જવા માટે લેટર બોક્સ જેવા દેખાવાનો વિકલ્પ પસંદ કરે છે. તેમણે બ્રિટનમાં વેપારી અને સરકારી એજન્સીઓને ડ્રેસકોડ લાગુ કરવો જોઈએ અને લોકોનો ચહેરો જોવાની મંજૂરી મળવી જોઈએ. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને તેમને માફી માગવાનું કહેતા તેમના પર અતિ કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો હતો. બીજી બાજુ વિપક્ષી લેબર પાર્ટીના સાંસદોએ ઈસ્લામોફોબિયાને ભડકાવવાનો આરોપ મૂક્યો.

અન્ય સમાચારો પણ છે...