• Home
  • Daxin Gujarat
  • Vapi
  • Daman
  • Daman - દમણ બીએડ કોલેજમાં કાવ્ય પઠનથી હિન્દી દિવસ ઉજવાયો

દમણ બીએડ કોલેજમાં કાવ્ય પઠનથી હિન્દી દિવસ ઉજવાયો

દમણ માછી મહાજન એજયુકેશન સોસાયટી સંચાલિત બીએડ કોલેજમાં શુક્રવારે હિન્દી દિવસ ઉજવાયો હતો. હિન્દી પ્રાર્થના અને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:15 AM
Daman - દમણ બીએડ કોલેજમાં કાવ્ય પઠનથી હિન્દી દિવસ ઉજવાયો
દમણ માછી મહાજન એજયુકેશન સોસાયટી સંચાલિત બીએડ કોલેજમાં શુક્રવારે હિન્દી દિવસ ઉજવાયો હતો. હિન્દી પ્રાર્થના અને ગુરૂ ભજનથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. ભારતેન્દ્રુ હરિચંદ્ર (લેખક) તથા મુન્શી પ્રેમચંદ વિશે તાલીમાર્થીઓને પરિચર અપાયો હતો. તાલીમાર્થી તથા ડો.ગીતાબેન પટેલે હિન્દી દિવસની અગત્યતા ઉપર વક્તવ્ય રજૂ કર્યા હતા. હિન્દી ભાષા વિશે નાટક રજૂ થયા બાદ કાવ્ય પઠન સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં ડિમ્પલબેન પટેલ પ્રથમ, ઉર્વશીબેન પટેલ દ્વિતિય અને મયુરીબેન પટેલ ત્રીજા ક્રમાંકે આવ્યા હતા. નિણાર્યક તરીકે ડો. દીપિકા મહેતા, ડો. અરૂણ ટંડેલ તથા ડો. રમેશભાઇ ટંડેલે સેવા આપી હતી. અંતે કોલેજના અાચાર્ય ડો.જયેશ પટેલે વિચારો રજૂ કરીને જુહીકા પટેલે અાભાર વ્યકત ક્યો હતો.

X
Daman - દમણ બીએડ કોલેજમાં કાવ્ય પઠનથી હિન્દી દિવસ ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App