તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેજ ભુખ્યા સાસરિયા સામે સે. 27ની પરિણીતાની ફરીયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સેકટર27ની પરિણીતાએ સાસરિયા સામે શારીરિક માનસીક ત્રાસ તથા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરીયાદ નોંધાવી છે. બીનાબેનની ફરીયાદનાં આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીનાબેનનાં લગ્ન સેકટર 27ની સ્વસ્તીક સોસાયટીમાં રહેતા હિમાંશુ બાબુલાલ પરમાર સાથે થયા હતા. લગ્ન બાદ એક 2 વર્ષની પુત્રી પણ છે. બીનાબેનનાં લગ્નનો સમય વિતવા સાથે સાથે પતિ સહિતનાં સાસરીયા કોઇને કોઇ બાબતે મેણા ટોળા મારવા લાગ્યા હતા. પરંતુ બીનાબેન પરીવાર ટકાવી રાખવા બધુ ચુપછાપ સહન કરતા રહેતા હતા. પરંતુ દહેજ ભુખ્યા સાસરીયા પિયરીયામાંથી કાર તથા એસી લાવવાની માંગણી સાથે ત્રાસ વધારતા જતા હતા. મેણા ટોણાની સાથે સાથે બીનાબેનને શારીરિક ત્રાસ પણ આપવા લાગ્યા હતા. આખરે બીનાબેને સેકટર 21 પોલીસ સ્ટેશન પહોચી જઇને પતિ હિમાશુ બાબુલાલ પરમાર, સસરા બાબુલાલ ભુસાભાઇ પરમાર, સાસુ ઉર્મિલાબેન બાબુભાઇ પરમાર, દિયર વરૂણ બાબુલાલ પરમાર, દેરાણી ઉર્મીબેન વરૂણ પરમાર તથા નણંદ ગીરાબેન બ્રિજેશભાઇ રાઠોડ સામે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો