તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ફતેપુરાની આર્ટસ કોલેજમાં નારી લોક અદાલતનો કાર્યક્રમ યોજાયો

ફતેપુરાની આર્ટસ કોલેજમાં નારી લોક અદાલતનો કાર્યક્રમ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરાતાલુકાના મુખ્ય મથકે આવેલ આર્ટસ કોલેજમાં સાંજના સમયે નારી લોક અદાલતનો કાર્યક્રમ યોજાયો હતો. નારીલોક અદાલતમાં મહિલાઓ જોડાઇ હતી.

ફતેપુરાની આર્ટસ કોલેજમાં નારી લોક અદાલતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયા, સભ્ય સચિવ સેલજાબેન, જી.પં.પ્રમુખ શંકરભાઇ આમલીયાર, ધારાસભ્ય રમેશભાઇ કટારા, જી.પં.સભ્ય ડો. અશ્વિનભાઇ પારગી, ચુનીલાલભાઇ ચરપોટ તા.પં.સભ્ય, એટીવીટી સભ્ય લાલાભાઇ સુવર, જીલ્લા આઇ.સી.ડી.એસ. અધિકારી પારૂલબેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલીયાએ મહિલાઓનેસંબોધી જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને ન્યાય અને હક્ક મળી રહે તે માટે ગુજરાતમાં 2005થી મહિલા આયોગ શરૂ કરવામાં આવ્યું છે. મહિલા આયોગ મહિલાઓને થતી કનડગત, અડચણ, મહિલાઓ સાથે થતુ શોષણ અન્યાય, છેતરપીંડી, બળાત્કાર ઘરેલુ હિંસા, અત્યારચારોમાંથી ન્યાય અપાવવાનું કામ કરે છે. મહિલાઓને થતી તકલીફ, સમાજમાં દહેજપ્રથાથી પિડીતા મહિલાઓને ન્યાય, મહિલા અંધશ્રધ્ધાનો શિકાર બને છે તેનાથી રાહત આપવાનું કામ કરે છે. મહિલા આયોગમાં મહિલાઓની આવતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવે છે. મહિલા આયોગ મહિલાઓને થતી તકલીફોના ન્યાય માટે પોલીસ સ્ટેશન કે કોર્ટ કચેરી સુધીની જવા દઇ તકલીફ દૂર કરવાનું કામ કરે છે. મહિલાઓને પડતી તકલીફોને ને લઇ મહિલાઓને ગાંધીનગર સુધી લંબાવુ પડે તે માટે સરકાર દ્વારા તમામ તાલુકાઓમાં નારી અદાલતના ભવનો બનાવવાનું કામ કરવામાં આવે છે. જેમાં અત્યાર સુધી રાજ્યમાં 107 ભવનો બનાવાયા છે. અને હાલ 109 મું ભવન બનાવવા માટે ઉદઘાટનનું કામ કરાયું છે. ગુજરાતની મહિલાઓને ગુજરતા સરકાર દરેક ક્ષેત્રમાં આગળ લાવવાનું કામ કરે છે.