તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેજમાં હિમાની કંપનીમાં આગ લાગતાં દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દહેજઔદ્યોગિક વસાહતમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીઝ લી. કંપનીના અેક પ્લાન્ટમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. જોકે આગમાં કોઇને જાનહાની નહીં થતાં લોકોએ હાશકારો મેળવ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી હિમાની ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સવારના સમયે કોઇ કારણસર શોર્ટ સર્કિટ થતાં વાયરિંગમાં તણખા ઝરી આગ લાગી હતી. આગ લાગવાની વાત ફેલાતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે કામદારોએ તુરંત વીજ પુરવઠો બંધ કરવા સાથે તાકિદે આગ ઓલવવામાં જોતરાઇ જતાં આગ કાબુમાં આવી જતાં મોટી હોનારત ટળી હતી. સદનશીબે આગની ઘટનામાં કોઇને જાનહાની થઇ હતી. વહેલીતકે આગ ઉપર કાબુ મેળવી લેવાતાં કામદારોએ હાશકારો અનુભવ્યો હતો. કંપનીના જનરલ મેનેજેર સતિષ ભીખુભાઇ પટેલ (રહે. મારૂતિ નગર, અંદાડા)એ દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનામાં કોઇને જાનહાની નહીં થતા હાશકારો

કંપનીના પ્લાન્ટ નંબર 3માં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...