ખુંધ ગામે દાવ પર લાગેલા રૂ. 50,770 સાથે 6 જુગારી પકડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના ખુંધ ગામે આવેલા કોલેજ શોપીંગ સેન્ટરમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે ચીખલી પોલીસે રેડ કરી 50,700 રૂપિયા રોકડ તેમજ 1,72,820 રૂપિયાનો મુદ્દમાલ સાથે જુગાર રમતા લોકોને ઝડપી પાડ્યા હતા.

અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખુંધ ગામે આવેલ કોલેજ શોપીંગ સેન્ટરના રૂમ નંબર 3 માં કેટલાક ઈસમો તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે જેવી બાતમી ચીખલી પોલીસ ને મળી હતી જે બાતમીના આધારે ચીખલી પોલીસે કોલેજ શોપીંગ સેન્ટરમાં આવેલા રૂમ નં.3 માં રેડ કરતા ત્યાંથી જુગાર રમતા કમલેશ અમરશીભાઈ દેસાઈ (રહે,ખુંધ કોલેજ શોપીંગ સેન્ચર રૂમ નંબર 3 ),અંકુર કાંતિભાઈ મહેદાપુરા (રહે,ખુંધ આયશાપાર્ક સોસાયટી),ભરતભાઈ રતીભાઈ કડવા પટેલ (રહે,થાલા નહેરની બાજુમાં વસુધારા ડેરી રોડ ),ભાવેશ નાનાલાલ ગોડાસરા (રહે,ખુંધ બગલાદેવ મંદિર ની બાજુમાં પોસ્ટ ઓફિસ સામે ),દિપક વનમાળીદાસ ઠક્કર (રહે,થાલા નહેરનીબાજુમાં મહમંદભાઈ કાટાવાળીની ચાલમાં) અને અશોકભાઈ નાનજીભાઈ કાલાવાડીયા (રહે,ખુંધ સહયોગ સોસાયટી) ને એક બીજાની મદદગારીથી ગંજીપાના તીન પત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા ઝડપી પાડ્યા હતા.

જુગારીઓ પાસેથી દાવ ઉપર મુકેલ 50,770 રૂપિયા રોકડા તેમજ 6 મોબાઈલ ફોન જેની કિમત 12,000 તેમજ ભરતભાઈ પટેલની હોન્ડાસાઈન મોટર સાયકલ નંબર GJ-21-Q-5142 રૂપિયા 30,000 ,ભાવેશ ગોડાસરા ની યામાહા ગ્લેડીયેટર નંબર GJ-21-R-9384 જેની કિમત 30,000 અને દિપકભાઈ ઠક્કરની એકટીવા નંબર GJ-21-AR-4111 જેની કિંમત 50,000 મળી કુલ્લે 1,72,820 રૂપિયાના મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

અંગેની ફરિયાદ ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબ્લ જયેશભાઈ ગોવિંદભાઈ નોધાવતા આગળની વધુ તપાસ ચીખલી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબ્લ અશોકભાઈ બાબરભાઈ કરી રહ્યા છે.

જુગારમાં રમતા ઝડપાયેલા ઈસમો.

પોલીસે કુલ રૂ. 1,72,820નો મુદ્દામાલ કબજે લીધો

અન્ય સમાચારો પણ છે...