તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • દરગાહ ખસેડવા મુદ્દે હિન્દુ મુસ્લિમોની અધિકારી સાથે બેઠક

દરગાહ ખસેડવા મુદ્દે હિન્દુ-મુસ્લિમોની અધિકારી સાથે બેઠક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીમાંદરગાહ ખસેડવા મુદ્દે હિન્દુ મુસ્લિમ અગ્રણી અને અધિકારીઓની બેઠક મળી હતી.

ચીખલીમાં રેફરલ હોસ્પિટલની સામે ચીખલી વાંસદા મુખ્ય માર્ગને અડીને બે જેટલી દરગાહ આવે છે. જ્યારે હાલમાં ચીખલીને આદર્શ ગામ યોજના હેઠળ સાંસદ સી.આર. પાટીલ દ્વારા દત્તક લઈ વિકાસ થઇ રહ્યો છે. મુખ્ય માર્ગની પહોળાઈ વધારી નવિનીકરણ થઇ રહ્યું છે ત્યારે રેફરલ હોસ્પિટલની સામે દરગાહ ખસેડવાના મુદ્દે મામલતદાર, માર્ગ મકાનના ડેપ્યુટી એન્જિનિયર, પીઆઈ સહિતની ઉપસ્થિતિમાં દરગાહના સ્થળે એપીએમસી ચેરમેન કિશોરભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો તથા મુસ્લિમ અગ્રણી સલીમ પટેલ, મુન્નાભાઈ સહિતના અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. ચીખલી-વાંસદા મુખ્ય માર્ગ ઉપર આવેલી દરગાહ ખસેડવાના મુદ્દે વિવિધ વિકલ્પો પર ચર્ચા વિચારણા કરાઈ હતી. બાદમાં અંગે અગ્રણીઓ દ્વારા પ્રાંત અધિકારી સાથેપણ બેઠક યોજી ધાર્મિક લાગણી દુભાઈ નહીં તે રીતે ઉકેલ લાવવાની દિશામાં પ્રયત્નો હાથ ધરાયા હતા. જોકે મુસ્લિમ બિરાદરો દ્વારા તેમના ધર્મગુરૂનુ માર્ગદર્શન મેળવી ફરી બેઠક યોજવાનું નક્કી કર્યું હતું.