તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વંકાલ સરપંચની બેઠક માટે ટીપ્પણી થતાં વિવાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચીખલીતાલુકામાં સરપંચની બેઠકોમાં ફેરફાર કરતા વંકાલ ગામે સોશ્યલ મિડિયા પર જાતિ અંગે ટીપ્પણી કરાતા દલિત સમાજના લોકો ઉશ્કેરાયા હતા ત્યારે સોશ્યલ મિડિયા ઉપર વોટ્સઅપ ગ્રુપ બાનવનાર એડમીન તેમજ ટીપ્પણી કરાનાર સામે પોલીસ કાર્યવાહી કરવાની પણ સમાજમાં ચર્ચા ચાલી રહી છે.

ચીખલી તાલુકામાં એકમાત્ર વંકાલ ગ્રામપંચાયતમાં સરપંચની બેઠક અનુસુચિત જાતિને ફળવવામાં આવી છે ત્યારે બેઠકને લઈ વંકાલ ગામના લોકો દ્વારા સોશ્યલ મિડિયા ઉપર વોટ્સઅપમાં બનાવવામાં આવેલા ઝરણા ગ્રુપના એક સભ્યે અનુસુચિત જાતિ અને વોટ્સઅપ ગ્રુપમાં જાહેરમાં ટીપ્પણી કરી હતી. ટીપ્પણીને લઈ અનુસુચિત જાતિના લોકો દ્વારા યુવક વિરૂદ્ધ રોષ ફેલાઈ જવા પામ્યો છે. અનુ.જાતિ સમાજના લોકો દ્વારા યુવક વિરૂદ્ધ તેમજ ગ્રુપના એડમીન વિરૂદ્ધ ફરિયાદ કરવાની પણ તજવીજ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું. ગામના કેટલાક આગેવાનોએ મામલાને શાંત પાડવા માટે વચ્ચે પડતા યુવક પાસે માફી મંગાવવાની કામગીરી કર્યાની ચર્ચા છે. અંગે હવે અનુસુચિત જાતિ સમાજ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું.

એક તરફ સમગ્ર ગુજરાત રાજયમાં દલિતો પર કરવામાં આવેલા અત્યાચારને લઈ દલિત લોકો ઉશ્કેરાયા છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે ત્યારે એક યુવક દ્વારા સોશ્યલ મિડિયા પર કરવામાં આવેલી ટીપ્પણી ચર્ચાનો વિષય બન્યો છે.

સોશ્યલ મિડિયામાં જાતિ અંગે ટીપ્પણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો