• Gujarati News
  • થાલા ગામે 37 હજારના દારૂ સાથે બેની ધરપકડ

થાલા ગામે 37 હજારના દારૂ સાથે બેની ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીએલસીબી પોલીસને બાતમી મળી હતી કે સેલવાસથી એક કારમાં બે ઈસમો વિદેશી દારૂ ભરીને સુરત તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસની ટીમ ને.હા.નં. 8 ઉપર ચીખલી તાલુકાના થાલા ગામે આવેલી શિવકૃપા હોટલની સામે વોચ ગોઠવીને ઉભી હતી. સમયે બાતમીવાળી ઈન્ડિગો કાર (નં. જીજે-4-બીઈ-7012) આવતા તેને રોકી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી ચાર રેકઝીનના થેલામાં છુટી વ્હીસ્કી તેમજ ટીન બિયરની નાની મોટી 83 નંગ બાટલી કિંમત રૂ. 37,900 મળી આવી હતી. દારૂ અંગે કારમાં સવાર પ્રશાંત મનુભાઈ ચૌહણ (રહે. નવાપરા કેસરબાઈ મસ્જીદની બાજુમાં, મારવાડા ખાચામાં, તા.જિ.ભાવનગર) અને હિમાંશુ વિનોદભાઈ ચૌહણ (રહે. ધોધા રોડથી રૂપાણી તરફ, સિંધુનગર ચોકથી સરદાર નગર, ભાવનગર)ને પુછતા તેઓ દારૂ સેલવાસના જુદાજુદા બારમાંથી લાવ્યા હતા. એલસીબી પોલીસ 2 લાખની કારનો કબ્જો મેળવી કુલ રૂ. 2,37,900નો મુદ્દામાલ કબજે કરી કારમાં સવાર બે ઈસમોની ધરપકડ કરી હતી.