તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રુવીનસિંહ પરમારે રાજપૂત સમાજને ગૌરવ અપાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદખાતે યોજાયેલી વ્યક્તિગત ભૌતિક વિકાસ નેશનલ લેવલ સ્પર્ધામાં વલસાડ અલોહા કેન્દ્રમાંથી પ્રતિનિધિત્વ કરનાર ધ્રુવીનસિંહ પ્રશાંતસિંહ પરમારે નેશનલ લેવલે દ્ધિતિય સિલ્વર ટ્રોફી મેળવી જેમને રાજપૂત સમાજ સહિત વલસાડ કેન્દ્રનું નામ રોશન કરતા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

અમદાવાદના અડાલજ ખાતે 18-19 નવેમ્બરના રોજ બ્રેઇન ક્ષમતાનું પ્રદર્શનની (વ્યક્તિગત ભૌતિક વિકાસ) કસોટીની રાષ્ટ્રીય લેવલની સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ભારતના જુદા જુદા રાજ્યોમાંથી 410 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વિશ્વના 10 દેશમાં કાર્યરત એવા અલોહા કેન્દ્રના વલસાડ સેન્ટરમાંથી બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર વલસાડમાં ધો.9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ધ્રુવીનસિંહ પ્રશાંતસિંહ પરમારે અમદાવાદ ખાતેની રાષ્ટ્રીય સ્પર્ધામાં સૌથી કઠિન ગણાતી એનહેન્ટ્સ સ્પીડ રીડિંગમાં થોડી મિનિટો ફક્ત બુકને ફ્લિપ કરી તેમાં શું લખ્યું છે તે પાના નંબર સહિત કહી બતાવી જેમાં રાષ્ટ્રીય લેવલે બીજો ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર ટ્રોફી મેળવી હતી, જેમણે ચપલધારા વિભાગ રજપૂત સમાજ સહિત વલસાડ અલોહા સેન્ટર શાળા પરિવારનું ગૌરવ વધારતા મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.

સંચાલકોના હસ્તે ટ્રોફી સ્વીકારતા વિજેતા ધ્રુવિનસિંહ પરમાર.

અન્ય સમાચારો પણ છે...