તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દોણજા અને કુકેરી ગામે તસ્કરોએ 3 બંધ ઘરમાં કસબ અજમાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના કુકેરી અને દોણજા ગામે ચોરટાઓએ 3 જેટલા બંધ ઘરને નિશાન બનાવી ચોરી કરી જતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાઈ જવા સાથે શિયાળાની શરૂ થતાની સાથે ચોરટાઓએ પોતાની કળા અજમાવતા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માગ ઉઠી છે.

દોણજા ગામે કણબીવાડ ખાતે ઝવેરભાઈ પટેલનો પરિવાર વિદેશમાં સ્થાયી થયો હોય મકાન બંધ છે. બંધ મકાનની પાછળની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશી કરી ઘરમાં રાખેલો સરસામાન વેરવિખેર કરી જઈ થોડો સામાન ચોરી જવામાં ચોરટાઓ સફળ રહ્યા હતા.

ચોરટાઓએ દોણજા ગામના જશવંતભાઈ પટેલના ઘરનો દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશ કબાટ તોડી કબાટમાં મુકવામાં આવેલા રૂ. 5 હજાર રોકડા તેમજ ચાંદીના ઝાંઝર સહિતની વસ્તુ ચોરી જવામાં ચોરટાઓ સફળ રહ્યા છે. જ્યારે બે દિવસ અગાઉ કુકેરી ગામે વાંસદા રોડ ખાતે આવેલા વત્સલકુમાર અનિલસિંહ પરમારના બંધ ઘરના ઉપરના ભાગેથી ચોરટાઓ ઘરમાં ઉતર્યા હતા અને ઘરમાં રાખવામાં આવેલા સેમસંગ કંપનીનું 40 ઈંચનું ટીવી તેમજ ઘડિયાળ અને શુટ તથા કપડાં અને રૂ. 1000ની રોકડ મળી કુલ રૂ. 65 હજારથી વધુની ચીજવસ્તુની ચોરટાઓ ચોરી કરી ગયા હતા.

વત્સલકુમાર ઘરે આવી ઘર ખોલતાની સાથે ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમણે રાનકૂવા ચોકી ખાતે પોલીસને જાણ કરવામાં આવી છે.

ટીવી, ઘડિયાળ, શુટ સહિતના સામાનની ચોરી થઇ

અન્ય સમાચારો પણ છે...