તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Chikhli
  • કુકેરી બાળ સંભાળગૃહની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ચેસમાં ગોલ્ડ મેળવ્યો

કુકેરી બાળ સંભાળગૃહની દીકરીએ રાષ્ટ્રીય કક્ષાએ ચેસમાં ગોલ્ડ મેળવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી |દિલ્હી ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વિશ્વ બાળ દિન અને વિશ્વ બાળ અધિકાર દિનની ઉજવણીના ભાગરૂપે બાળ સંભાળ ગૃહોમાં બાળકોની વિવિધ સ્પર્ધાઓ હોસલા-2017 યોજવામાં આવી હતી. જેમાં દેશનાં બાળગૃહોના બાળકોએ ફુટબોલ, દોડ, ચિત્રકામ, લાંબીકુંદ, ઊંચીકુદ અને ચેસ જેવી સ્પયર્ધાઓ યોજાઇ હતી. જે પૈકી ચેસ સ્પર્ધામાં નવસારી જિલ્લાના કુકેરી માલવી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટામાં સંભાળ મેળવતી ધોરણ-11માં અભ્યાસ કરતી દિકરી કાજલ શંકરભાઇ કોકણીએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટકશન સોસાયટીના પ્રોગ્રામ મેનેજર ઇન્દ્ર જીત ચૌહાણ, નીતિષા જોષી દ્વારા આવા રમતવીરોને પ્રોત્સાહિત કરાયા હતા. નવસારી બાળ સુરક્ષા એકમના અધિકારી હેમલતા ગંજી દ્વારા આવા બાળકોને પ્રોત્સાહન સાથે જરૂરી માર્ગદર્શન આપે છે.

અન્ય સમાચારો પણ છે...