તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી વીજ કંપનીના નાયબ ઈજનેર ઉપર પિતા-પુત્રનો હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીવીજકંપનીની થાલા ગામે આવેલી ઓફિસ ઉપર શુક્રવારના રોજ બપોરના સમયે સાદકપોર ગોલવાડ ખાતે રહેતા પિતા-પુત્રએ જીઈબીના ઈજનેર સાથે દાદાગીરી કરી હુમલો કર્યાની ફરિયાદ ચીખલી પોલીસ મથકમાં નોંધાવા પામી હતી.

ચીખલી તાલુકામાં વીજ જોડાણના બાકી નાણાં હોય તેમના જોડાણ કાપવા માટે ચીખલી વીજ કંપનીના કર્મચારીઓ ફરી રહ્યાં હતા.એ સમયે શુક્રવારના રોજ સાદકપોર ગોલવાડ ખાતે રહેતા હંસાબેન ચંદ્રકાતભાઈ ઠાકોરના ડિસેમ્બર તથા જાન્યુઆરીના વીજબીલના નાણા બાકી હોવાથી તેમનું વીજ જોડાણ કાપવા માટે ગયા હતા. જ્યાં જીઈબીના કર્મચારીઓને વીજ જોડાણ કાપવા દીધુ હતું અને ત્યારબાદ હંસાબેનના પતિ ચંદ્રકાંતભાઈ ઠાકોર અને તેમનો પુત્ર બળવંત ચંદ્રકાંત ઠાકોર બપોરના સમયે થાલા ગામે જીઈબીની ઓફિસમાં પહોંચી ગયા હતા અને એકાઉન્ટનું કામ કરતા ઈશ્વરભાઈ ટંડેલ સાથે બોલાચાલી થતાં અપશબ્દો કહ્યાં હતા. તેથી ઈશ્વરભાઈ ટંડેલે ચંદ્રકાંત ઠાકોર અને બળવંત ઠાકોરને જીઈબીના નાયબ ઈજનેર પાસે મોકલ્યા હતા.

નાયબ ઈજનેર પાસે પહોંચીને ચંદ્રકાંત અને બળવંત ઠાકોર તમે કોના કહેવાથી હંસાબેનનું વીજ મીટર કાપવા આવ્યા હતા તેમ જણાવ્યું હતું.નાયબ ઈજનેરે તેમને બીલ ભરાઈ ગયું છે કે બાકી છે અને બીલ ભરાઈ ગયું હોય તો રસીદ બતાવો એમ કહેતા કોઈપણ વાત સાંભળી પિતા-પુત્ર અમે કોણ છે તમે જાણો છો તેમ કહી અગાઉ બીલીમોરા જીઈબીની કચેરી અમે સળગાવેલી તેવી ધમકી આપી હતી. બાદમાં ચંદ્રકાંત ઠાકોરે નાયબ ઈજનેરને ગાલ પર તમાચો મારી દીધો હતો અને બળવંત ઠાકોરે નાયબ ઈજનેરને કપાળના ભાગે તેમજ ગાલ ઉપર તમાચા અને હાથમાં પહેરેલા સોનાના લુઝથી નાક પર મારતા નાયબ ઈજનેરને લોહી નીકળવા લાગ્યું હતું. જેથી કર્મચારી ઈશ્વરભાઈ ટંડેલે બુમાબુમ કરતા પિતા-પુત્ર તેમની ગાડી (નં. જીજે-21-એક્યુ-3378)માં ત્યાંથી ભાગી ગયા હતા. અંગે નાયબ ઈજનેર બલ્લુભાઈ કાનજીભાઈ પટેલ (રહે. બારડોલી તેન, બી-171, ચાણકયપુરી સોસાયટી, તા.બારડોલી, જિ.સુરત)એ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ વી.બી.આલ કરી રહ્યા છે.

ચીખલી જીઈબીના નાયબ ઈજનેર ઉપર હુમલો થયો હતો.

બીલ ભરતા કર્મચારીઓએ ના. ઇજનેર પાસે મોકલ્યા હતા

વીજબીલ ભરનાર પિતા-પુત્રની દાદાગીરી

અન્ય સમાચારો પણ છે...