તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીખલી બારોલિયામાં સપ્તાહમાં 6 ચોરી, પોલીસ ફરિયાદ નહીં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના તલાવચોરાના બારોલિયા વિસ્તારમાં છેલ્લા અઠવાડિયામાં ઉપરા છાપરી ચોરીના 6 બનાવો બનતા સ્થાનિકો રાત્રે ઉજાગરા કરી પોતાના જાન માલનું રક્ષણ કરી રહ્યાં છે. ત્યારે પોલીસ આળસ ખંખેરી વધુ સક્રિયતા દાખવે તે જરૂરી છે જો કે એકપણ બનાવમાં પોલીસ ચોપડે ગુનો નોંધાયો નથી. ચોરીના બનાવોનું લીસ્ટ વોટ્સઅપ પર ફરતું થયું છે.

પ્રાપ્ત વિગત મુજબ તલાવચોરાના શામળા ફળિયા વિસ્તારમાં આવેલ જળદેવી માતાના મંદિરમાં દાનપેટીમાંથી 17.11.2017 નાં રોજ ચોરી થઇ હતી.આ ઉપરાંત તેના બે પછી 19.11.2017 ને રવિવારના રોજ તલાવચોરા બારોલિયા સ્થિત દૂધ ડેરીમાં બે જેટલા કબાટ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ 21.11.2017 નાં મંગળવારના રોજ રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં બારોલિયા સ્થિત ગોવિંદભાઇના ઘરના તાળા તોડી ત્રણ કબાટ તોડીને ચોરીનો પ્રયાસ કરાયો હતો. આજ રાત્રે પીપળા ફળિયામાં હાલે અમેરિકા રહેતા મગનભાઇ ભાણાભાઇનાં ઘરનું તાળુ તોડવામાં આવ્યું હતુ. 24.11.2017 નાં રોજ તલાવચોરા બારોલિયા નજીકના મલિયાધરા મોહનભાઇ દાબેલી વાળાના રૂમનું તાળુ તોડી 15થી 20 હજાર રૂપિયાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતુ. ઉપરાંત 25.11.2017 નાં શનિવારના રોજ તલાવચોરા વડ ફળિયામાં બાબુભાઇ ભગાભાઇના ઘરે ચોરીનો કરવાનો પ્રયાસ થયો હતો.

આમ તલાવચોરાના બારોલિયા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં ચોરી તથા ચોરીના પ્રયાસના ઉપરા છાપરી 6 જેટલા બનાવોથી સ્થાનિકોને ઉજાગરા કરવાની નોબત આવી છે. બનાવો અંગેની જાણ સ્થાનિક અગ્રણી અને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અશોકભાઇ પટેલે પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે.

ચોરીના બનાવોનું લિસ્ટ વોટ્સઅપ પર ફરતું થયું

અન્ય સમાચારો પણ છે...