• Gujarati News
  • કૂવામાં પડી જતા એકનું મોત,7 ને બચાવાયા

કૂવામાં પડી જતા એકનું મોત,7 ને બચાવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલીતાલુકાના ગોડથલ ગામે આવેલા એક કુવામાં એક 50 વર્ષીય ઈસમ કુવામાં નાખેલ મોટરમાંથી પાણી નિકળતા તેને રીપેર કરવા ગયા હતા. જ્યાં બેભાન થઈ જતા તેમને બચાવવા અંદર ઉતરેલા 7 લોકોપણ અગમ્ય કારણોસર બેભાન થઈ ગયા જેથી કુવામાં 8 લોકો પડી ગયાના સમચાર વાયુવેગે ચીખલી તાલુકામાં ફેલાઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહીતી મુજબ ચીખલી તાલુકાના ગોડથલ ગામે ઝાડી ફળિયામાં રહેતા હસમુખભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.50) પોતાના ઘરના સામે આવેલા કુવામાં મૂકેલી મોટરમાંથી પાણી આવતા તેનો ફુટવાલ ચેક કરવા માટે કુવામાં ઉતર્યા હતા જે દરમિયાન તેઓ કોઈક અગમ્ય કારણોસર પાણી પડી જતા તેઓ બેભાન થઈ ગયા હતા.જેની જાણ ગામલોકો ને થતા ગામલોકો એક પછી એક એમ કરી કુલ્લે 7 લોકો કુવામાં તેમને બચાવવા જતા તેઓ પણ કુવામાં અગમ્ય કારણોસર બેભાન થઈ ગયા હતા.

ગામલોકોએ તાત્કાલિક બિલિમોરા અને નવસારી ફાયર વિભાગને વાતની જાણ કરી હતી અને એક કૂવામાં 8 લોકો પડ્યા છે જેની જાણ તંત્ર ને જાણ થતા તંત્ર પણ તાત્કાલિક કામે લાગી ગયુ જેમાં ગોડથલ ગામના સ્થાનિક લોકોએ હિમત દાખવી એક પછી એક એમ કુલ્લે 7 લોકોને વારાફરતી બહાર કાઢ્યા હતા.જેમાં એક 45 વર્ષીય મહેશભાઈ ચુનીભાઈ પટેલનુ કુવામાં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ.જ્યારે બહાર કઢાયેલા 7 લોકોને 108 દ્વારા તાત્કાલિક રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ નવસારી જીલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ પટેલ,ચીખલી તાલુકા યુવા ભાજપ પ્રમુખ આંનદ પટેલ સહીત અનેક રાજકીય આગેવાનો સ્થળ ઉપર ધસી આવ્યા હતા.તો ઘટના જાણ થતાં ચીખલી મામલતદાર,ટીડીઓ સહીત બિલિમોરા સીપીઆઈ સહીતનો ના લોકો પણ તાત્કાલિક ઘટના સ્થળે ધસી આવ્યા હતા.હાલ તો કૂવામાંથી કાઢી તમામને સારવાર આપવામાં આવી રહી છે. ઘટના કયા કારણોસર બની તે અંગે કોઇ જાણકારી મળી હતી.

ભાસ્કર લેટ નાઇટ

ચીખલી તાલુકા ગોડથલ ગામે સોમવારે મોડી સાંજે કૂવામાંની મોટર ચાલુ થતાં એક વ્યકિત ઉતરતા તે બેભાન થઇ ગયો હતો. ત્યાર બાદ અન્ય 7 વ્યકિત ઉતરતા તેઓ પણ બેભાન થઇ જતાં ઘટના સ્થળે ગ્રામજનો મોટીસંખ્યામાં ભેગા થઇ ગયા હતા.

કૂવામાંથી બચી ગયેલા સાત લોકો

હસમુખભાઈમગનભાઈ પટેલ (50),નવીનભાઈ ચીમનભાઈ પટેલ (25),ધનસુખ નાથુભાઈ પટેલ (50),અજય અમ્રતભાઈ ગાવિંત (22),રમેશ ભંગીયાભાઈ આહીર (55) રહે.વેલણપુર,દિનેશભાઈ છનાભાઈ પટેલ (45) રહે,અંબાચ,પ્રવિણભાઈ છનાભાઈ પટેલ (47)

ગોડથલ ગામના લોકોએ હિંમત કરી તમામ આઠને કૂવામાંથી બહાર કાઢી સારવાર માટે લઇ ગયા

મોટર ચાલતા આધેડ કૂવામાં ઉતર્યા બાદ બેભાન થઇ ગયા તેમને બચાવવા બીજા 7 પણ ઉતર્યા